કોરોના મહામારી ની ત્રીજી લહેર ને રોકવા માટે રસીકરણ ખુબજ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે ત્યારે લાઠી શહેરમાં ત્રણ દિવસ માટે મેગા કોવિડ વેક્સિનેશન સ્પેશ્યલ ડ્રાઈવ નું આયોજન કરવા માં આવેલ હતું. જેમાં લાઠી તાલુકા નો આર.બી.એસ.કે. સ્ટાફ, સી.એચ. ઓ., હેલ્થ વર્કર અને આશા ની અલગ અલગ ૧૦ ટીમો બનાવી લોકો ના ઘરે ઘરે જઈ રૂબરૂ મુલાકાત કરી અફવાઓ અને ભય દૂર કરી કોરોના પ્રતિરોધક રસી નો ડોઝ આપવા માં આવ્યો હતો. આ આયોજન ને સફળ બનાવવા માં ડો. આર.આર. મકવાણા ના નેતૃત્વ માં ડો. હરિવદન પરમાર, ડો. હસમુખ સોલંકી, ડો. હિતેશ પરમાર, બાલમુકુંદ જાવિયા, નિખિલ બુદ્ધ, ઉમેશ સોલંકી વગેરે એ ખૂબ જેહમત ઉઠાવી હતી. ઉપરાંત, નગરપાલિકા ના કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો એ રસીકરણ લોકજાગૃતિ માટે સહકાર આપેલ હતો. ઉલ્લેખનીય છે કે, લાઠી તાલુકા માં રસીકરણ માટે યોગ્ય તમામ ઉંમર ના ૬૪,૦૦૦ થી વધુ લાભાર્થી ઓ રસી નો ડોઝ લઈ ચૂક્યા છે
લાઠી માં મેગા વેક્સીનેશન ડ્રાઈવ નું આયોજન

Recent Comments