રાજકોટથી જામનગર અને જુનાગઢ જવાના માર્ગો પર પાણી ફરી વળતા અવર-જવર બંધ
રાજકોટ શહેરથી જામનગર જવા માટેના રસ્તા પર બે ત્રણ સ્થળોએ વરસાદી પાણીનો ભરાવો થતાં વાહન વ્યવહાર અટકી પડ્યો છે અને તેના પગલે અવરજવર બંધ થઈ ગઈ છે. વાહનચાલક ખોટું જોખમ ન ખેડે એટલા માટે હાઇવે પર પોલીસ પર બેસાડી દેવામાં આવી છે. આ સાથે રાજકોટથી જુનાગઢ જવાના રસ્તાની હાલત પણ કંઈક આવી જ છે. અહીંયા પણ હાઈવે પર પાણી ફરી વળતા બંને શહેરો વચ્ચેનો સંપર્ક કપાયો છે.
રાજકોટ શહેરમાં ગઈકાલે રાતથી અનરાધાર શરૂ થયેલા વરસાદે સેંકડો સોસાયટીઓ જળબંબાકાર કરી દીધી હતી. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. રોડ રસ્તાઓ પણ પાણી પાણી થઇ ગયા હતા. સોમવારે બપોરે એકાદ કલાકનો વરસાદે વિરામ લેતા પાણી થોડાક ઉતર્યા હતા, જોકે એટલી વારમાં તો ફરીથી મેઘ ભરાજાએ ધબધબાટી શરૂ કરી દીધી હતી. રાજકોટ અને જામનગર સહિત સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં હવે વરસાદને ખમૈયા કરવાની લોકો વિનંતી કરી રહ્યા છે.
Recent Comments