fbpx
સૌરાષ્ટ - કચ્છ

વિસાવદર પ્રથકમાં 4 કલાકમાં 12 ઇંચ વરસાદ

જૂનાગઢ જિલ્‍લામાં સૌથી વઘુ વિસાવદર પંથકમાં મેઘમહેર થઇ છે, જેમાં આજે સવારે ચાર કલાકમાં વિસાવદર શહેર અને ગ્રામ્ય પંથકમાં 12 ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતાં પંથકનાં નદી-નાળાઓમાં ધસમસતા વરસાદી પાણી વહેતાં થયાં હતાં. વિસાવદરના ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓ પર પણ પાણી ભરાઇ ગયાં છે. જ્યારે પંથકનાં ખેતરો પાણીથી તરબોતર થઇ ગયાં હતાં. જિલ્‍લામાં પડેલા ભારે વરસાદને પગલે જિલ્લાનાં તમામ જળાશયોમાં નવા નીરની આવક થયેલી જોવા મળી હતી.

Follow Me:

Related Posts