સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં 12.5, લોધિકામાં 18, ગોંડલમાં 10 ઇંચ વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં સાંજના 4 વાગ્યા સુધીમાં સાડા બાર ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં નોંધાયો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાનાં 25 પૈકી 6 ડેમ યાઓવરફ્લો થયા છે, લોધિકામાં આભ ફાટ્યું હોય તેમ સવારના છથી બપોર પછીના 4 વાગ્યા સુધીમાં 18 ઇંચ વરસાદ નોંધાયો છે. ગોંડલમાં પણ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ધોરાજીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે

Related Posts