fbpx
બોલિવૂડ

ઓટીટી પ્લેટફોર્મ પરની વેબ સીરીઝમાં શિલ્પા શેટ્ટી કામ કરશે


પતિ રાજ કુન્દ્રાની અશ્લીલ ફિલ્મો બનાવાના આરોપ હેઠળની ધકપકડ પછી શિલ્પા મનોરંજન દુનિયાથી થોડો સમય માટે દૂર થઇ ગઇ હતી. જાેકે તે પોતાના બાળકો માટે પોતાના કમિટમેન્ટ પુરા કરી રહી છે. તેમજ નવા પ્રોજેક્ટ પર ધ્યાન આપી રહી છે. પતિ કારાવાસ ભોગવતો હોવા છતાં તેણે ઘરમાં ગણેશસ્થાપના કરી હતી.

શિલ્પા શેટ્ટી ફરી મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં પહેલાની માફક કામ કરવા ઇચ્છી રહી છે. તે આ મનોરંજન દુનિયા સાથેના પોતાના સંબંધોને ફરી તાજા કરી તેમની સાથે કામ કરવા ઉત્સાહિત છે. અભિનેત્રી રૂપેરી પડદે પાછી ફરી છે અને હવે તે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ કામ કરતી જાેવા મળવાની છે. આ વેબસીરીઝની વાર્તા નારીપ્રધાન વિષય પર આધારિત હશે. સુસ્મિતા સેનની આર્યા વેબ સીરીઝની માફક જ આ શો પણ એટલો જ રસપ્રદ હશે અને શિલ્પાનું પાત્ર પણ મહત્વનું તેમજ મજબૂત દર્શાવામાં આવશે. જાેકે આ વેબ સીરીઝની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

Follow Me:

Related Posts