આવતીકાલે તા. ૧૭ સપ્ટેમ્બરના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે વેક્સીનેશન મહાઅભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના ૫૦,૦૦૦ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ ૪૦૦ સ્થળોએ ૪૩૭ જેટલા આરોગ્ય કર્મીઓ લોકોને વેકસીન આપશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વેક્સીનેશન મહાઅભિયાન અંતર્ગત જે લોકો હજુ પણ વેકસીનનો પહેલો કે બીજો ડોઝ લેવામાં બાકી હોય તેવા તમામ લોકો નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર જઈને વિનામૂલ્યે રસી અપાવી શકશે.
અમરેલી તાલુકામાં ૫૨ સ્થળોએ, બાબરા તાલુકામાં ૩૨ સ્થળોએ, બગસરા તાલુકામાં ૨૨ સ્થળોએ, ધારી તાલુકામાં ૪૬ સ્થળોએ, જાફરાબાદ તાલુકામાં ૨૬ સ્થળોએ, ખાંભા તાલુકામાં ૨૮ સ્થળોએ, કુંકાવાવ તાલુકામાં ૩૭ સ્થળોએ, લાઠી તાલુકામાં ૩૮ સ્થળોએ, લીલીયા તાલુકામાં ૧૭ સ્થળોએ, રાજુલા તાલુકામાં ૪૦ સ્થળોએ અને સાવરકુંડલા તાલુકામાં ૬૨ સ્થળોએ વેક્સીનેશન કરવામાં આવશે. આરોગ્ય તંત્ર દ્વારા જાહેર જનતાને આ વેક્સીનેશન મહાઅભિયાનનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.


















Recent Comments