fbpx
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાને ખરીદવા ટાટા જૂથ અને સ્પાઇસ જેટ મેદાનમાં


એર ઇન્ડિયા હાલ રુ. ૬૦,૦૭૪ કરોડના જંગી દેવાના ડુંગર હેઠળ દબાયેલી છે. જાે કે એર ઇન્ડિયા ખરીદનાર કંપનીને તો રુ. ૨૩,૨૮૬ કરોડનું દેવું બરવું પડશે જ્યારે બાકીનું દેવું એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ લિમિટેડ કંપનીને તબદીલ કરી આપવામાં આવશે. યાદ રહે કે ૨૦૦૭માં જ્યારે ઇન્ડિયન એરલાઇન્સ અને એર ઇન્ડિયાનું મર્જર કરાયું ત્યારથી એર ઇન્ડિયાએ ખોટ કરવાની શરુઆત કરી દીધી હતી. અત્રે સંજાેગ એવો સર્જાયો છે કે ૧૯૩૨માં ટાટા ગ્રુપે જ એર ઇન્ડિયાની સ્થાપના કરી હતી, પરંતુ તે સમયે તે એક ખાનગી કંપનીનો દરજ્જાે ધરાવતી હતી, હવે તેને ખરીદવા ફરીથી ટાટા ગ્રુપે જ સૌથી વધુ રસ દાખવ્યો છે.ભારત સરકારે બુધવારે કહ્યું હતું કે દેશની સૌથી જૂની એવી એર ઇન્ડિયા ખરીદવા માટે ટાટા જૂથ અને સ્પાઇસ જેટ સહિત તેને અન્ય ઘણી કંપનીઓ તરફથી બીડ મળી ગઇ છે. દરમ્યાન ટાટા ગૂ્રપના પ્રવક્તાએ પણ પીટીઆઇ સમાચાર સંસ્થાને કહ્યું હતું કે એર ઇન્ડિયાને ખરીદવા માટે તેમના ગ્રુપે પણ સરકારને પોતાની બીડ મોકલી આપી છે. સ્પાઇસ જેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંઘે પમ કહ્યું હતું કે તેમણે એર ઇન્ડિયાને ખરીદવા તેમની ફાઇનાન્સિયલ બીડ સરકારને પહોંચાડી દીધી છે.

એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે ટ્રાન્ઝેક્શન એેડવાઇઝરને ફાઇનાન્સિયલ બીડ મળી ગઇ છે, તેથી હવે એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા અંતિમ નિષ્કર્ષ તરફ આગળ વધી શકશે એમ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (દિપમ)મા સચિવ તુહિનકાંતા પાંડેએ પોતાના ટિ્‌વટર હેન્ડલ ઉપર ટિ્‌વટ કરીને કહ્યું હતું. સરકાર એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચી દેવા ઇચ્છે છે, જેમાં તેની સંપૂર્ણ માલિકીની એર ઇન્ડિયા એક્સપ્રેસની ૧૦૦ ટકા માલિકીનો પણ સમાવેશ થઇ જાય છે. તે ઉપરાંત એર ઇન્ડિયા સેટ્‌સ એરપોર્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો ૫૦ ટકા હિસ્સો પણ વેચી દેવામાં આવશે. જાે કે એર ઇન્ડિયાની હિસ્સેદારી વેચવાની પ્રક્રિયા તો જાન્યુઆરી-૨૦૨૦માં જ શરુ થઇ ગઇ હતી પરંતુ કોવિડની મહામારીના કારણે આ પ્રક્રિયામાં વિલંબ થયો હતો. ગત એપ્રિલ-૨૦૨૧માં ખુદ કેન્દ્ર સરકારે જ એર ઇન્ડિયા ખરીદવા માટે મજબૂત ઉમેદવાર ગણાતી કંપનીઓને સામેથી તેઓના ફાઇનાન્સિયલ બીડ મોકલી આપવા જણાવ્યું હતું. ૧૫ સપ્ટેમ્બર અને બુધવારનો દિવસ બીડ મોકલી આપવાનો છેલ્લો દિવસ હતો.

Follow Me:

Related Posts