કોરોના અંગે સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવવામાં ભારત વિશ્વમાં આગળ
કોવિડના ઉપચાર અને કોરોનાના સંક્રમણ વિશે ખોટી માહિતી ફેલાવવામાં સૌથી વધુ જવાબદાર ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મને જવાબદાર ઠરાવવામાં આવ્યા હતા.ઇન્ટરનેટ ઉપર ખોટી માહિતી ફેલાવવાથી પ્રભાવિત થનારા ટોચના દેશોમાં ભારત (૧૫.૯૪ ટકા), અમેરિકા (૯.૭૪ ટકા), બ્રાઝિલ (૮.૫૭ ટકા) અને સ્પેન (૮.૦૩ ટકાનો સમાવેશ થાય છે. કોવિડ-૧૯ની મહામારી અને તેને ફેલાવનાર કોરોના વારિસ વિશે જાત જાતની ખોટી માહિતીઓ સોશિયલ મીડિયામાં ફેલાવવાની બાબતમાં ભારત સમગ્ર વિશ્વમાં ટોચ ઉપર રહ્યું છે. ભારતમાં ઇન્ટરનેટના વપરાશકર્તાઓની સંખ્યા ખુબ મોટી હોવાના કારણે આમ થયું હતું એમ તાજેતરમાં હાથ ધરવામાં આવેલાં એક સર્વેમાં તારણ વ્યક્ત કરાયું હતું. ઉલ્લેખનીય છે કે કોવિડની મહામારીના ઉપચાર અંગે ભારતમાં સોસિયલ મીડિયા ઉપર ખોટી માહિતીની ભરમાર ચાલી હતી. નેટ વાપરનાર પ્રત્યેક દસ વ્યક્તિમાંથી એક વ્યક્તિ દ્વારા જાણ્યા જાગ્યા વિના કઇ કઇ અને કેવી આયુર્વેદિક દવાઓથી કોવિડનો ઉપચાર કરવો તે અંગેની ખોટી માહિતી સૌથી વધુ ફેલાવવામાં આવી હતી.
જાે કે આ પ્રકારની ખોટી માહિતી ફેલાવવામાં કોરોના કાળમાં ઇન્ટરનેટનો પણ સૌથી વધુ ુપયોગ થયો હતો એમ સર્વેમાં વિશેષ નોંધ મૂકવામાં આવી હતી. પ્રિવેલન્સ એન્ડ સોર્સ એનાલિસિસ ઓફ કોવિડ-૧૯ મિસઇન્ફર્મેશન ઇન ૧૩૮ કન્ટ્રીઝ (કોવિડ-૧૯ અંગે ૧૩૮ દેશોમાં ફેલાયેલી ખોટી માહિતી અને સ્ત્રોતની સમીક્ષા) શીર્ષક ધરાવતો આ સર્વે સેગ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લાયબ્રેરી એસોસિયન એન્ડ ઇન્સ્ટિટયૂશ્નલ જર્નલમાં પણ પ્રસિદ્ધ થયો હતો.
આ સર્વે દરમ્યાન કોવિડ-૧૯ની મહામારી વિશે વિશ્વના ૧૩૮ દેશોોમાં ફેલાયેલી ખોટી માહિતીો પૈકી ૯૬૫૭ ખોટી માહિતીઓની સમીક્ષા કરવામાં આવી હતી. વિશ્વના જુદ જુદા દેશોમાં ખોટી માહિતીઓના સ્ત્રોતને સમજવા ૯૪ જેટલા સંગઠનો અને સંસ્થાઓએ આ ખોટી માહિતીઓની ઉલટ ચકાસણી કરી હતી અને જાણવા પ્રયાસ કર્યો હતો કે ફેલાયેલી ખોટી માહિતીમાં સત્ય અને તથ્ય કેટલાં પ્રમાણમાં છે. સર્વેમાં જાણવા મળ્યું હતું કે કોવિડ-૧૯ની મહામારી અને તેના ઉપચાર વિશે સોશિયલ મીડિયમાં ફેલાયેલી વિશ્વના વિવિધ દેશોની ખોટી માહિતીઓમાં ભારતમાં સૌથી વધુ એટલે કે ૧૮.૦૭ ટકા ખોટી માહિતી ફેલાવવામાં આવી ભારત જેવા દેશમાં કોરોના અને કોવિડ વિશે વિશ્વના તમામ દેશોની તુલનાએ સૌથી વધુ ખોટી માહિતી ફેલાવવાના વિવિધ કારણો અંગે સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે કદાચ ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે તેથી અને તે ઉપરાંત ભારતના ઇન્ટરનેટના વપરાશકર્તાઓ પાસે ઇન્ટરનેટના ઉપયોગ અંગે પૂરતા જ્ઞાાન અને માહિતીનો અભાવ જેવા પરિબળો સૌથી વધુ પ્રમાણમાં ખોટી માહિતી ફેલાવવા માટે જવાબદાર હોઇ શકે છે.
Recent Comments