કોરોનાની રસીના પ્રથમ ડોઝના ૧૦૦ ટકા રસીકરણની સિદ્ધિ મેળવનાર ગામોના સરપંચોનું સન્માન થશે
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે આવતીકાલ તા.૧૭.૦૯.૨૦૨૧ ના રોજ સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને તાલુકાઓમાં ૪૦૦થી વધુ સ્થળોએ “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં કલેકટર શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર શહેર અને જિલ્લામાં વિવિધ પ્રજાહિત કલ્યાણલક્ષી યોજનાઓના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત મુખ્ય કાર્યક્રમ ભાવનગરના મેઘાણી ઓડિટોરિયમમાં યોજાશે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ ૧૦ અને નગરપાલિકા કક્ષાના ૬ કાર્યક્રમ મળી કુલ- ૧૭ જનહિતકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનના જન્મ દિવસે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના ૨.૦,સ્વચ્છ ભારત મિશન, ૧૦૦ ટકા વેકસીન થયેલ ગામના સરપંચશ્રીઓનું સન્માન સહિત મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમના અસરકારક અને સુચારૂ અમલ માટે નોડલ અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે.
Recent Comments