fbpx
બોલિવૂડ

પ્રિયંકા ચોપરાએ સોશિયલ મિડીયા પર પોસ્ટ દ્વારા માફી માંગી


છેલ્લા થોડા અઠવાડિયામાં લોકોના વિરોધથી મને આશ્ચર્ય થયું છે. આ એક તાકાત સમાન બની ગયું છે. લોકોનો એક વિરોધ માટે એકસાથે અવાજ ઉઠાવવાનું પ્રભાવ પાડતું જાેવા મળ્યું છે અને આજે પણ આમ જ થયું છે. આવા શોમાં હુ ંહિસ્સો હોવાથી મને પણ દુઃખ થયું છે, મેં તમારી લાગણીને ઠેસ પહોંચાડી હોય તો મને માફ કરશો. અમારો ઇરાદ કાર્યકર્તાઓના વિચારો અને તેમના કાર્યો, કાર્યો પાછળની મહેનતને દુનિયા સામે લાવવાનું હતું. આવા નવા ફોર્મેટ સાથેજાેડાવાનો મને આનંદ હતો. અભિનેત્રીએ વધુમાં લખ્યું કે, દુનિયામાંએક્ટિવિસ્ટસનો એક પૂરો સમુદાય છે જે સમાજમાં બદલાવ લાવવા માટે રોજ અધિકારો માટે લડતા હોય છે. તેઓ આ કામ માટે સખત મહેનત કરતા હોય છે અને પછી તેમને પ્રસિદ્ધી મળતી હોય છે. પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તે પોતાની અને પતિ સાથેની અંગત તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. જાેકે આ વખતે પ્રિયંકા એક નવા વિવાદમાં સપડાઇ છે. પ્રિયંકા અમેરિકાના ટીવી શો ધ એક્ટિવિસ્ટમાં હિસ્સો લઇ રહી છે. આ શોના વિષય પર વિવાદ થયો છે. મામલો એટલો બધો વધી ગયો છે કે પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર એક લાંબીચોડી પોસ્ટ મુકીને માફી માંગવી પડી છે.

Follow Me:

Related Posts