બિગ બોસ-૧૫ હોસ્ટ કરવા સલમાનને ૩૫૦ કરોડ મળ્યાની ચર્ચાઓ!
બિગ બોસ ઓટીટીના પૂરા થતાંની સાથે સાથે હવે ૨ ઓક્ટોબરથી શરૂ થતાં સલમાન ખાનના હોસ્ટિંગવાળા વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ ૧૫ની ફેન્સ આતુરતાપૂર્વક રાહ જાેઇ રહ્યા છે. સલમાન ખાન બિગ બોસની નવી સિઝનની શરૂઆત માટે પૂરી રીતે તૈયાર છે. મીડિયા અહેવાલો અનુસાર શોના મેકર્સ આ સિઝનને હોસ્ટ કરવા માટે સલમાન ખાનને ૩૫૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. જે અનુસાર સલમાનને દર અઠવાડિયે ૨૪-૨૫ કરોડ જેટલી રકમ મેકર્સ દ્વારા ચૂકવવામાં આવશે. ૧૪ અઠવાડિયા સુધી ચાલતા આ શોના હોસ્ટિંગ માટેે સલમાન ખાને ચાર્જ કરેલી રકમ રિયાલિટી શોના હોસ્ટિંગ માટે અત્યાર સુધીમાં ચૂકવાયેલી સૌથી મોટી રકમ છે. અભિનેતાએ તેમની ફીમાં છેલ્લી સિઝનમાં મળેલી રકમમાં ૧૫ ટકાનો વધારો કરવાની માગ કરી હતી જેમાં તેમને અઠવાડિયાના ૧૨થી ૧૪ કરોડ ચૂકવવામાં આવતા હતા. જાે કે આ બાબતે સલમાન ખાન તરફથી કોઇ કન્ફર્મેશન સામે આવ્યું નથી. બીજી તરફ બિગ બોસ ૧૫ના મેકર્સે પણ આ વાતને લઇને મૌન સેવ્યું છે.
Recent Comments