કુકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનાં પ્રમુખ તરીકે ત્રીજી વખત રવજીભાઈ લખમણ ભાઈ પાનસુરીયાબિન હરીફ ચૂંટાયા તો ઉપપ્રમુખ તરીકે વિઠ્ઠલભાઈ લોધણવદરા બીજી વખત બિન હરીફ ચૂંટાયા
આજરોજ તા.૨૧.૦૯.૨૦૨૧ ના રોજ બપોરે ૧૨ કલાકે કુકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના સભાખંડમા નાયબ કલેક્ટર સાહેબ ના અધ્યક્ષ સ્થાને કુકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ઉપ્રમુખની ચૂંટણી કરવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે ત્રીજી વખત રવજીભાઈ લખમણ ભાઈ પાનસુરીયા ને બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ ઉપપ્રમુખ તરીકે વિઠ્ઠલભાઈ લોધણવદરા ને બીજી વખત બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ
ચૂંટણીમાં ચૂંટાયેલા બોર્ડ ઓફ ડિરેક્ટરો જેમાં લાઠી બાબરા ના ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર બિન ખેતી વિષયક રતિભાઈ ઠુંમર વ્યક્તિ સભ્ય રવજીભાઈ પાનસુરીયા નાજાપુર સેવા સહકારી મંડળી રવજીભાઈ પાઘડાળ બરવાળા બાવળ સેવા સહકારી મંડળી ભગવાનભાઈ ચૌહાણ ખજુરી પીપળીયા સેવા સહકારી મંડળી વનરાજભાઈ બસિયા હનુમાન ખીજડીયા સેવા સહકારી મંડળી વિઠ્ઠલભાઈ લોધણવદરા મોટા મુંજીયાસર સેવા સહકારી મંડળી જસરાજ ભાઈ નાગાણી બાટવા દેવળી સેવા સહકારી મંડળી ભનુભાઈ કાછડિયા નવા વાઘણીયા સેવા સહકારી મંડળી લાખાભાઈ પદમાણી દેવગામ સેવા સહકારી મંડળી વિનુભાઈ વેગડ લુણીધાર સેવા સહકારી મંડળી પ્રાગજીભાઈ કાછડીયા વાવડી રોડ સેવા સહકારી મંડળી વિઠ્ઠલભાઈ કાવાણી હડાળા સેવા સહકારી મંડળી હાજર રહેલ જેમાં લાઠી બાબરા ના ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમર તેમજ ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ અમરેલી જિલ્લા અને કુકાવાવ તાલુકાના કોંગ્રેસના આગેવાનોએ ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે તેમજ આ સંઘની પ્રગતિમાં વિરજીભાઇ ઠુંમર નો કાયમી પૂરતો સહયોગ મળેલ છે તેમ કુકાવાવ તાલુકા સંઘના ચૂંટાયેલા પ્રમુખશ્રી અને કુકાવાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા જણાવેલ છે
Recent Comments