અમરેલી

પ્રધાનમંત્રી આયુષમાન ભારત યોજનાનું કાડૅ કાઢવા તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવતા આવકના દાખલા માન્ય રાખવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા સાંસદ

વતૅમાનમાં મામલતદારશ્રી અને ટીડીઓશ્રીના દાખલા જ માન્ય રાખવામાં
આવે છે જેના લીધે લોકોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે.
પ્રધાનમંત્રી આયુષમાન ભારત યોજનાનું કાડૅ કાઢવા માટે તલાટી કમ
મંત્રી દ્વારા આપવામાં આવતા આવકના દાખલાને પણ માન્ય રાખવા બાબતે
અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ રાજયના નવનિયુકત મુખ્યમંત્રી શ્રી
ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરેલ છે.


સાંસદશ્રીએ કરેલ રજૂઆત મુજબ હાલ રાજય સરકારની ‘મા અમ’તમ યોજના’ અને
‘મા વાત્સ૬ત્સિય યોજના’ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આયુષમાન ભારત યોજનામાં
મજૅ થયેલ છે જેના લીધે લોકોને આ યોજનાનો બહોળો લાભ મળી રહયો છે. પરંતુ
આરોગ્ય વિભાગ/એજન્સી તરફથી આયુષમાન કાડૅ કાઢવા માટે જે તે તાલુકાના
મામલતદાશ્રી અથવા તો તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવતો
આવકનો દાખલો જ માન્ય રાખવામાં આવે છે. જેના લીધે ગ્રામ્ય લોકો ખાસ કરીને
મજુર લોકો અથવા તો વ્યવસાય અથેૅ બહાર રહેતા લોકોને ખુબ જ મુશ્કેલીઓ પડી
રહી છે. ઉપરાંત જયારે કોઈ ગામ કે શહેરમાં આયુષમાન કાડૅના કેમ્પનું
આયોજન હોઈ તો તે તાલુકાની મામલતદાર કચેરી અથવા તો તાલુકા પંચાયત
કચેરીએ ખુબ જ લાંબી કતારો લાગે છે અને ઘણીવાર ઓનલાઈન/સવૅર ઈસ્યૂ હોય તો
લોકોને ગામડે થી તાલુકા મથકે વારંવાર ધકકાઓ પણ ખાવા પડે છે.

અત: વ્યકિત દીઠ રૂા. પાંચ લાખનું આરોગ્ય કવચ પુરૂ પાડતી સરકારશ્રીની સૌથી
મોટી યોજના ‘આયુષમાન ભારત યોજના’ નો લોકોને સરળતાથી લાભ મળી રહે તે
માટે તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવતા આવકાના દાખલાને માન્ય રાખવા
અંગે સરકારશ્રી તરફથી યોગ્ય નિણૅય લેવા સાંસદશ્રીએ માન. મુખ્યમંત્રીશ્રીને રજૂઆત
કરેલ છે.

Related Posts