fbpx
અમરેલી

વિધાનસભાનું સત્ર ર દિવસ નહી અઠવાડીયા માટે બોલાવો : પરેશ ધાનાણી

ગુજરાત વિધાનસભાનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ વિધાનસભાનું સત્ર ર દિવસ માટે નહી બલ્‍કે એક અઠવાડીયા માટે બોલાવવા માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, કોરોના મહામારીમાં મૃત્‍યુ પામેલ વ્‍યકિતઓને સામૂહિક શ્રઘ્‍ધાંજલિ આપવાનો ઠરાવ વિધાનસભાગૃહમાં પસાર કરવા અને શ્રઘ્‍ધાંજલિ પાઠવવા તેમજ હાલ આર્થિક મંદીની મોકાણમાં મુકિત આપવા, નફાખોરી-કાળાબજારી અને કાળઝાળ મોંઘવારી ઉપર નિયંત્રણ લાવવા, બેરોજગારી અટકાવવા તેમજ છુટતી જતી નોકરીઓ ઉપર નિયંત્રણ સહિત શિક્ષિત બેરોજગારોને રોજગારી ભથ્‍થુ આપવા, સરકારી કચેરીમાં ભ્રષ્‍ટાચારના ભોરીંગને નાથવા, સરકારી તંત્રનો અત્‍યાચાર અટકાવવા, પેટ્રોલ- ડીઝલ-રાંધણગેસ-ખાદ્યતેલના ભાવ નિયંત્રણમાં રાખવા, માસ્‍કના નામે થતી લૂંટ બંધકરવા, કોવિડ પ્રોટોકોલના દુરૂપયોગ થકી નોંધાયેલ તમામ પોલીસ કેસ પરત ખેંચવા, તમામ ગ્રામીણ બસ રૂટ પુનઃ ચાલું કરવા, ફીકસ પગાર, કરાર આધારિત અને આઉટસોર્સીગ એજન્‍સીઓ ઘ્‍વારા કર્મચારીઓનું થતું શોષણ બંધ કરી કાયમી ભરતી કરવા, કોરોના કાળ દરમ્‍યાન સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓનાં સંપૂર્ણ કરવેરા માફ કરવા, કોરોના કાળ દરમ્‍યાન ઘરવપરાશના વીજબિલમાં રાહત આપવા સહિત સાંપ્રત સમયની સમસ્‍યાઓ અંગે વિસ્‍તૃત ચર્ચા કરવી જરૂરી છે.

વધુમાં જણાવેલ છે કે, રાજયમાં કોરોનાનાં કારણે શહીદ થયેલા સરકારી કોરોના વોરિયર્સના વારસદારોને સત્‍વરે સરકારી નોકરી આપવામાં આવે, કોરોનામાં સરકારી ખર્ચે સારવાર ન મળી શકી હોય અને ખાનગી હોસ્‍પિટલમાં સારવાર લીધી હોય તેવા ગરીબ અને મઘ્‍યમવર્ગના પરિવારના લોકોએ ખાનગી હોસ્‍પિટલમાં લીધેલ સારવારનાં બિલની ચૂકવણી રાજય સરકાર ઘ્‍વારા કરવામાં આવે, કોરોનાથી મૃત્‍યુ પામેલ મૃતકના વારસદારને રૂા. 4 લાખની વળતર સહાય ચુકવવામાં આવે તથા સરકારી તંત્રની ઘોર નિષ્‍ફળતાની ન્‍યાયીક તપાસ કરવામાં આવે તે જરૂરી છે.

વધુમાં જણાવેલ છે કે, તૌકતે વાવાઝોડાના કારણે ગીર- સોમનાથ, અમરેલી, જુનાગઢ અને ભાવનગર જિલ્‍લાઓમાં સૌથી વધુ નુકસાન થવા પામેલ છે. તેમાં પણ ગીર-સોમનાથ જિલ્‍લાનાં ઉના અનેગીરગઢડા તથા અમરેલી જિલ્‍લાનાં રાજુલા અને જાફરાબાદ તાલુકાઓમાં સૌથી વધારે નુકસાન થવા પામેલ. તૌકતે વાવાઝોડાનાં તમામ અસરગ્રસ્‍તોને ઘરવખરી, સહાય, અંશતઃ મકાન સહાય, સંપૂર્ણ નાશ પામેલ મકાન સહાય સાચા અસરગ્રસ્‍તોને સમાન રીતે મળે, ખેડૂતોના બાગાયતી પાક અને ખેતી પાકોને થયેલ નુકસાન અંગે પુરતું વળતર ચુકવવામાં આવે, માછીમારો માટે જાહેર કરવામાં આવેલ રાહત પેકેજમાં સ્‍થાનિક માછીમારો સહિત સ્‍થળાંતરિત માછીમારોનો પણ સમાવેશ થાય અને સહુ માછીમારોને કેશડોલ્‍સ, ઘરવખરી સહાય, મકાન નુકસાનીની સહાય, બોટને થયેલ નુકસાનીની સહાય સહિત મળવાપાત્ર તમામ સહાય મળે.

વધુમાં જણાવેલ છે કે, તાજેતરમાં સૌરાષ્‍ટ્રના દેવભૂમિ- દ્વારકા, જામનગર, રાજકોટ અને જુનાગઢ જિલ્‍લામાં મેઘરાજાના રૌદ્ર સ્‍વરૂપથી ભારે વરસાદના કારણે ખૂબ નુકસાન થયેલ છે. અછત મેન્‍યુઅલ- ર016ની ગાઈડલાઈન મુજબ યુઘ્‍ધનાં ધોરણે ટીમ બનાવી, દેવભૂમિ-દ્વારકા, જામનગર, રાજકોટ અને જુનાગઢ જિલ્‍લાઓમાં સર્વે કરાવી, નિયમોનુસાર ચુકવવાપાત્ર સહાય સત્‍વરે ચુકવાય, ખેડૂતોના ખેતી પાકને થયેલ નુકસાન, ખેતીની જમીનોને થયેલ નુકસાન, લોકોના ઘરવખરી, માલસામાન, ધરાશાયી થયેલ કાચાપાકા મકાનો અંગે તાત્‍કાલિક સર્વે કરાવી, ખરેખર થયેલ નુકસાનનું 100% વળતર મળે તથા માનવમૃત્‍યુ અને પશુઓના મૃત્‍યુની સહાય તાત્‍કાલિક ચુકવાય.

વધુમાં જણાવેલ છે કે, ગરીબ અને મઘ્‍યમવર્ગીય પરિવારોના શિક્ષણ અધિકારનું રક્ષણ કરવા, શિક્ષણ ક્ષેત્રનું ખાનગીકરણ અટકાવવા, ફી માફીયાઓ પર નિયંત્રણ લાદવા, સરકારી અને ગ્રાન્‍ટ-ઈન-એઈડ       શાળા-કોલેજોને બંધ કરનારી મર્જર નીતિ રોકવા, પ્રાથમિક શિક્ષકોને સમાન ધોરણે જુની પેન્‍શન યોજનાનો લાભ આપવા, નવા શૈક્ષણિક વર્ષ દરમ્‍યાન તમામ સરકારી-ખાનગી શાળા- કોલેજોની સંપૂર્ણ વાર્ષિક ફી માફ કરવા તેમજ કૃષિ જણસોને ટેકાના ભાવે ખરીદીનો નવીન કાયદો ઘડવા, તમામ કૃષિ ઉપજોને જીએસટી સહિત તમામ કરવેરામાંથી મુકિત આપવા, નાના અને સીમાંત ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા, આગામી દિવસોમાં ખેતી અને ખેડૂતોને બરબાદ કરનારા (1) કૃષિ ઉત્‍પાદન અને વ્‍યાપાર વાણિજય વિદ્યેયક, (ર) કૃષક સશકિતકરણ અને સંરક્ષણ વિદ્યેયક, (3) કૃષિસેવા કરાર વિદ્યેયક, (4) ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્‍યવસ્‍થા વિદ્યેયક સહિતના તમામ કાળા કાયદાઓ પરત ખેંચવા તેમજ મોટેરા સ્‍ટેડીયમ- અમદાવાને સૌની ચિંતા, સુરક્ષા અને સ્‍વાભિમાનનું રક્ષણ કરનારા તેમજ સમગ્ર રાષ્‍ટ્રને લાગણીના તાંતણે જોડીને અખંડ ભારતનું નિર્માણ કરનારા ભસરદાર સાહેબભની સ્‍મૃતિ અને સંસ્‍કારો સાથે જોડી પુનઃ ભસરદા પટેલ સ્‍ટેડીયમભનામકરણ કરવા તેમજ સમગ્ર ભારતની આઝાદીનું કેન્‍દ્રબિંદુ એવા સાબરમતી આશ્રમ-અમદાવાદની ઓખળને યથાવત રાખીને રાષ્‍ટ્રપિતા પૂજય મહાત્‍મા ગાંધીના વિચારો તેમજ સંસ્‍કારોનું કાયમી સંરક્ષણ કરવા માટે સત્ર લંબાવવાની અંતમાં માંગ કરેલ છે.

Follow Me:

Related Posts