બોલિવૂડ

શાહિદ કપૂર પોલીસ અધિકારીના પાત્રમાં જાેવા મળશે

શાહિદ સાથે લીડ રોલ નિભાવામ ાટે હિરોઇનની શોધ હજી ચાલુ છે. કહેવાય છે કે, ટોચની અભિનેત્રીઓ સાથે વાતચીત ચાલુ છે. શાહિદ કપૂર જલદી જ રાજ ડીકેની અનટાઇટલ થ્રિલર વેબ સીરીઝમાં ડેબ્યુ કરવાનો છે. જાેકે આ પહેલા તેને અલી અબ્બાસ જફરે પોતાની આગામી ફિલ્મમાં સાઇન કર્યો છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, અલી અબ્બાસ જફરે ફ્રેન્ચ ફિલ્મ ન્યૂટ બ્લેન્ચ (સ્પીલપલેસ નાઇટ)ના હિંદી રીમેક ફિલ્મ બનાવવા માટેના હક્ક ખરીદી લીધા છે. મૂળ ફિલ્મ સાલ ૨૦૧૧માં રિલીઝ થઇ હતી. જે એક પોલીસ ઓફિસરની આસપાસ ફરતી જાેવા મળે છે. આ ફિલ્મમાં એક પોલીસ અધિકારીની પુત્રીને ગેન્ગસ્ટર અને ડ્રગ માફિયાઓ દ્વારા અપહરણ કરવામાં આવે છે. એક રાતમાં એ પોલીસ અધિકારી પોતાની પુત્રીને આ લોકોની ચુંગલમાંથી કઇ રીતે બચાવે છે તેના પર આ ફિલ્મની વાર્તા આધારિત છે.
શાહિદ કપૂર પોલીસ અધિકારીના પાત્રમાં જાેવા મળશે

Related Posts