અમરેલી જન સેવા કેન્દ્રમાં આવકના દાખલા તેમજ રેશનકાર્ડ માટેના કોમ્પ્યુટર તદન બેકાર તેમજ વર્ષો જુના હોય જે ચાલુ કામમાં બંધ થઈ જતા હોય જેના કારણે લોકોને આખો દીવસ ખુબ જ હાલાકી ભોગવી પડી રહી છે, મજુર લોકોને આખો દીવસ કામ ધંધો અને રોજગારીમાં રજા રાખવી પડે છે, અને વ્યાજબી ભાવની સસ્તા અનાજની દુકાનો પર ફીંગર સીસ્ટમ પણ ચાલતી ના હોય જેથી કરીને દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ ઉભું થાય છે, એટલે સીસ્ટમ ફોલ્ટ નાં કારણે ગ્રાહક અને દુકાનદારો વચ્ચે શાંતી પૂર્વક વાતાવરણ જળવાતું નથી તો પુરવઠાનું વેચાણ સુવ્યવસ્થિત રીતે થાય તેના માટે અમરેલી જિલ્લા કલેકટરશ્રીને આ સમસ્યાનું તાત્કાલીક નિરાકરણ લાવવામાં માટેની અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, મહામંત્રી પ્રવીણભાઈ કમાણી, વિપુલ પોંકિયાએ રજુઆત કરી.
જિલ્લા સેવા સદનમાં કમ્પ્યુટર સીસ્ટમ અને સસ્તા અનાજની દુકાનોમાં સર્જાતી અગવડતાઓ દુર કરવાની રજુઆત કરતા : અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી


















Recent Comments