fbpx
ભાવનગર

ફિલ્ડ આઉટરિચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના શિહોર તાલુકા ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરિચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના શિહોર તાલુકા ખાતે પોષણ માસની ઉજવણી સંદર્ભે પોષણ જાગૃતતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

 જેના અનુસંધાને શિહોર તાલુકાના સોનગઢ ખાતે આવેલ અંકુર વિદ્યાલયમાં પોષણ જાગૃતતા સંદર્ભે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફિલ્ડ આઉટરિચ બ્યુરો, જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ચાલી રહેલા પોષણ અભિયાન સંદર્ભે જાણકારી પૂરી પાડી હતી, સાથે જ કિશોરાવસ્થામાં પોષણ અંગે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો.

અંકુર વિદ્યાલયના વડા વિરેન્દ્રસિંહ ગોહિલે વિદ્યાર્થીઓને ખોરાક અંગે સચેત રહી સારી તંદુરસ્તી માટે પોષણના મહત્વને સમજાવ્યું હતું.

 સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોષણ અંગેના તેમના વિચારોને ચિત્ર સ્વરૂપે વ્યક્ત કર્યા હતાં.

Follow Me:

Related Posts