fbpx
રાષ્ટ્રીય

બ્રિટનમાં ડ્રાઈવરની અછતના લીધે પેટ્રોલની ડિલિવરી માટે સૈનિકોનો ઉપયોગ કરાશે


બ્રેક્ઝિટ અને કોવિડ-૧૯ની મહામારીના કારણે બ્રિટનની આખી સપ્લાય ચેઇન ખોરવાઇ ગઇ છે અને દેશમાં ટ્રકોના ડ્રાઇવરોની ભારે અછત ઉભી થઇ છે જેના પગલે યુરોપના દેશો જાેઇએ તેટલું પેટ્રોલ અને ડીઝલ છે પરંતુ તેને બ્રિટન સુધી લાવનારી ટ્રકોના ડ્રાઇવરો નથી જેથી સમગ્ર દેશમાં ઇંધણની કારમી તંગી સર્જાઇ છે. પેટ્રોલ રિટેઇલર્સ એસોસિયેશનના પ્રમુખ બ્રાયન મેડરસને કહ્યું હતું કે લશ્કરના જવાનો પેટ્રોલની ટ્રકો અને ટેન્કરોને નહંકારીને લાવે તે અંગેની તાલિમ પણ શરૂ થઇ ગઇ છે. જાે કે સરકારે આવી કોઇ તાલિમ શરૂ થઇ હોવાની વાતને રદિયો આપ્યો હતો. ૫૫૦૦ જેટલા ગેસ સ્ટેશનોનું પ્રતિનિધિત્વ કરનાર આ એસોસિયેશને કહ્યું હતું કે તેના ત્રીજા ભાગના સભ્યો હાલ પેટ્રોલની કારમી તંગી અનુભવી રહ્ય્‌યા છે.બ્રિટનના મોટાભાગના શહેરોમાં આવેલા વિવિધ કંપનીઓના ગેસ સ્ટેશનો ઉપર છેલ્લા ચાર દિવસથી પોતાના વાહનોમાં પેટ્રોલ ભરાવવા ગ્રાહકોની લાંબી લાંબી લાનિો લાગતા મોટાાભાગના શહેરોમાં અરાજકત સ્થિતિ સર્જાઇ છે તેથી આ સ્થિતિને નપહોંચી વળવા બ્રિટન સરકાર લશ્કર બોલાવવા ગંબીરતાથી વિચારણા કરી રહી છે.

પેટ્રોલ અને ડીઝલની નઅછતને પહોંચી વળવા અને લોકોની હાલાકી દૂર કરવાના એક પ્રયાસ તરીકે સરકારે કામચલાઉ ધોરણે તેના કોમ્પિટિશનને લગતા કાયદાને પણ રદી નાંખ્યો હતો. પેટ્રોલની અછતને દૂર કરવાના એક ભાગ તરીકે સરકારે તેના કોમ્પિટિશન કાયદા હેઠળ આવતી કેટલીક પેટા કલમોને કામચલાઉ ધોરણે રદ કરી નાંખી હતી જેથી કરીને ઇંધણનો વેપાર કરતી કંપનીઓ છૂટથી ઇંધણનું વેચામ કરી શકે અને પૂરવઠો વધારી અછતની સ્થિતિને હલવી કરી શકે. કાયદાની કેટલીક પેટા કલમો રદ કરાતા હવે સરકાર અછતને દૂર કરવા ઓઇલ કંપનીઓ, ગેસ સ્ટેશનોના માલિકો, સપ્લાયર્સ, અને રિટેઇલર્સ સાથે કામ કરી શકશે. રિફાઇનરીઓ અને ટર્મિનલો ઉપર કરોડો ટન પેટ્રોલ અને ડીઝલના ભંડારો ભરેલા પડયા છે પરંતુ આખી સપ્લાય ચેઇન ખોરવાઇ જતાં આ સ્થિતિ સર્જાઇ છે અને તેથી જ અમારી સરકારે કોમ્પિટિશન કાયદાની કેટલીક પેટા કલમો રદી નાંખી છે જેથી હાલની સ્થિતિને હળવી કરી શકાય એમ બ્રિટનના વાણિજ્યમંત્રી ક્વાસી ક્વારટેંગે કહ્યું હતું .

Follow Me:

Related Posts