યુએસ મરિન કોર્પ્સના છેલ્લા ૨૪૬ વર્ષના ઇતિહાસમાં સુખબિરસિંઘની પાઘડી એ પ્રથમ ઘટના છે કેમ કે યુએસ મરિન કોર્પ્સ પોતાના નિર્ધારિત કરેલા ગણવેશમાં છૂટછાટ આપવામાં કોપિણ પ્રકારનું સમાધાન કરતું નથી એમ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. હવે મારે એ નક્કી કરવાનુ રહેતુ નથી કે મારે મારો ધર્મ પસંદ કરવો જાેઇએ કે મારો દેશ પસંદ કરવો જાેઇએ. હવે મને બંને રીતે સન્માન પ્રાપ્ત થઇ ગયું છે એમ સુખબિરસિંઘે આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. ગત માર્ચમાં સુખબિરને જ્યારે પ્રમોશન આપવામાં આવ્યું ત્યારે જે કો૪ટમાં અપીલ કરવાનું વિચારી રહ્યો હતો. અમેરિકાના લશ્કરી દળોના મૂળભૂત બે મૂલ્યો વચ્ચે છેલ્લા કેટલાંય વર્ષઓથી સંઘર્ષ ચાલી રહ્યો હતો, અને તે મૂલ્યો હતા શિસ્તની પ્રણાલિકા અને એકસમાનતા અને બંધારણીય સ્વતંત્રતા એમ ન્યૂયો૪ક ટાઇમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું.
યુએસ મરિન્સ (લશ્કરી જવાન) તરીકે જાેડાયેલા એક ૨૬ વર્ષના અમેરિકન શીખ ઓફિસરને માથા ઉપર પાઘડી પહેરવાની મંજૂરી અપાઇ છે. કોિ લશ્કરી જવાનને માથા ઉપર પાઘડી પહેરવાની છૂટ અપાઇ હોય એવી આ છેલ્લા ૨૪૬ વર્ષની પ્રથમ ઘટના છે. મહત્વની વાત એ છે કે લશ્કરી જવાન તરીકે નિયુક્તિ પામેલા આ શીખ જવાને સત્તાવાળાઓને ધમકી આપી હતી કે જાે તેને તેના ધર્મ અનુસાર સંપૂર્ણ સ્વતંત્રતા નહી આપવામાં આવે તો તે સરકારની સામે કોર્ટમાં કેસ કરશે એમ અહીંના પ્રસાર માધ્યમોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. લશ્કરી દળના સત્તાવાળાઓે કેટલીક મર્યાદાઓ સાથે તેને પાઘડી પહેરવાની મંજૂરી આપી હતી. છેલ્લા પાંચ વર્ષથી દરરોજ ફર્સ્ટ લેફ. સુખબીરસિંહ તૂર યુનાઇટેડ સ્ટેટટ્સ મરીન કોર્પ્સનો ગણવેશ પહેરીને નીકળતો હતો પરંતુ ગુરૂવારે સવારે તે જ્યારે ઘરની બહાર નીકળ્યો ત્યારે તેના માથા ઉપર એક સંપૂર્ણ શીખને છાજે એવી પાઘડી જાેવા મળી હતી એમ ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું.
Recent Comments