અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજુલા તથા જાફરાબાદ ખાતે સંગઠન વિસ્તૃતિકરણના હેતુ માટે તાલુકા અને શહેર સમિતિની મીટીંગનું આયોજન
કોઈપ્ાણ જાત ના રાગદ્વેષ વિના એકસંપ્ા થઈ ભાજપ્ા સામે લડવા માટે જિલ્લા સમિતિ દ્વારા જે કોઈ નિમણુંકો કરવામાં આવશે તે સર્વમાન્ય રહેશે તેવી ઇચ્છા વ્યકત કરતા કાર્યકરો
તા. ર૦/૦૯/ર૦ર૧ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણ ના હેતુ થી રાજુલા ખાતે રાજુલા અને જાફરાબાદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ની મીટીંગ નું આયોજન કરવા માં આવેલ હતું.
આ મીટીંગ માં રાજુલા અને જાફરાબાદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ની કારોબારી ની રચના કરવા અને કોંગ્રેસ પ્ાક્ષ ના તમામ સેલ ફ્રન્ટલ ના હોદ્દાઓ ની નિમણુંક બાબત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી,હાજર કોંગ્રેસ અગ્રણીઓ ના મંતવ્ય અને અભિપ્રાય મેળવ્યા હતા.
પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપ્ાવામાં આવેલ ‘કોવિડ ન્યાય યાત્રા‘કાર્યક્નમ ની વિસ્તૃત સમજ આપી,કોરોના મહામારી માં મૃત્યુ પામેલ મૃતકો ને રૂ.૪ લાખ ની સહાય માટે માંગણી કરવા કોંગ્રેસ ના કાર્યકરો ને મદદરૂપ્ા થવા જણાવ્યું હતું.
કોંગ્રેસ ના દરેક પાયા ના કાર્યકરો એ આ તકે કોઈપ્ાણ જાત ના રાગદ્વેષ વિના એકસંપ્ા થઈ ભાજપ્ા સામે લડવા માટે જિલ્લા સમિતિ દ્વારા જે કોઈ નિમણુંકો કરવામાં આવશે તે સર્વમાન્ય રહેશે એવી ઈચ્છા જિલ્લા પ્રમુખશ્રી સમક્ષ વર્ણવી હતી.
આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ કોંગ્રેસ પ્ાક્ષ ના સક્નિય અને વફાદાર કાર્યકર્તા ઓ ને જ જવાબદારી ઓ સોંપ્ાવા માં આવશે તેમ જણાવેલ હતું.
આજના કાર્યક્નમ માં જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી,પ્રદેશ ,જિલ્લા મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડ્યા,અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી, રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગાંગાભાઈ હડિયા, જાફરાબાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી નાથાભાઇ પ્ારમાર, રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઇ જોશી, જિલ્લા કિસાન સેલ ના શ્રી સત્યમભાઈ મકાણી, અનુ.જાતિ વિભાગ ના જિલ્લા પ્રમુખ શ્રી હસુભાઈ બગડા, અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી શ્રી વિપુલભાઈ પ્ાોકિયા , જી.પ્ાં.સદસ્ય શ્રી જે.ડી.કાછડ, ગાંડાભાઈ લાખણોત્રા, દીપ્ાકભાઈ ત્રિવેદી, ભરતભાઇ સાવલિયા, અજયભાઈ શિયાળ, ભીખાભાઇ પિ્ાંજર, ટપુભાઈ રામ, મહેશપુરી ગોસ્વામી, કરણ કોટડીયા, રમેશભાઈ બાંભણીયા, સુખાભાઈ કવાડ, મનસુખભાઇ મકવાણા, અબ્દુલભાઇ શેલોત, તા.પ્ાં.સદસ્યો તથા જી.પ્ાં.ઉમેદવાર, સંયોજકો સહિત ના અગ્રણીઓ તથા કાર્યકરો ઉપ્ાસ્થિત રહ્યા હતા.
Recent Comments