NTCP સેલ દ્વારા તમાકુથી થતાં નુકશાન અંગે જનજાગૃતિ તથા ચિત્રસ્પર્ધા યોજાઇ
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા તમાકુથી થતાં નુકશાન અંગે જનજાગૃતિ ફેલાય તેમજ તમાકુનાં વ્યસનથી ભાવિ પેઢી દુર રહે તે અંગે તમાકુ નિયંત્રણ વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવેલ તથા વિદ્યાર્થીઓ માટે ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં તા.૦૪/૦૯/૨૦૨૧ ના રોજ શ્રી કે.એમ.બોરડા વિદ્યાલય –સુરનગરના કુલ ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ, તા.૦૭/૦૯/૨૦૨૧ ના રોજ નવાગામ વલ્લ્ભીપુર ખાતે આવેલ શ્રી એલ.પી.કાકડીયા વિદ્યાભવનના કુલ ૩૪૩ જેટલા વિદ્યાર્થીઓ, તા.૦૯/૦૯/૨૦૨૧ ના રોજ શ્રી કે.એમ.બોરડા વિદ્યાલય –સુરનગર અને શ્રીજી વિદ્યાલય –સાતપડાના કુલ ૮૪૨ જેટલા વિદ્યાર્થીઓ, તા.૨૧/૦૯/૨૦૨૧ ના રોજ ભાવનગર ખાતે આવેલ શ્રી આર.કે.ઘરશાળા સંકુલના કુલ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા IEC મટીરિયલ્સ આપવામાં આવ્યું હતું. ઉપરાંત ‘તમાકુ નિષેધ’ થીમને અનુલક્ષી ચિત્રસ્પર્ધા કરવામાં આવી ત્યારબાદ ધોરણ મુજબ પ્રથમ, દ્રિતીય, તૃતીય ક્રમે આવેલ વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતાં અને શાળાને સ્મૃતિભેટ તરીકે દિવાલ ધડિયાળ આપવામાં આવી હતી.
આ કામગીરીમાં NTCP- સાયકોલોજિસ્ટ/કાઉન્સેલર ડો.હિરલ જગડ, SHA-શ્રી જીતેન્દ્રભાઈ ગજ્જર, THS (ગારીયાધાર) શ્રી પી.બી.પરમાર, MTPS જીગ્નેશભાઈ ચૌહાણ, CHO ટીંવકલબહેન, MPHS (માનગઢ) શ્રી અમિતભાઇ મજેઠિયા, MPHW (માનગઢ)શ્રી પંકજભાઈ, MPHW (સુરનગર) શ્રી દિપકગીરી ગોસાઈ, MPHW સંજયભાઈ ચૌહાણ, MPHW સંજયભાઈ રાઠોડ, MPHW ભરતસિંહ ચૌહાણ, DHS શ્રી ડી.કે.ગોહિલ તથા શાળાનાં શિક્ષકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments