અમરેલી 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા “વર્લ્ડ રેબિઝ ડે” ની ઉજવણી કરવામા આવી
આજરોજ તારીખ 28 સપ્ટેમ્બર ના રોજ “વિશ્વ રેબિઝ દિવસ” નિમિતે અમરેલી 1962 એનિમલ એમ્બ્યુલન્સ તેમજ જીલ્લા પશુ દવાખાના ખાતે વિશ્વ રેબિઝ દિવસ નિમિતે આમ પબ્લિક ને રેબિઝ રોગ એટલે કે હડકવા ના રોગ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ આજના ખાસ દિવસે અમરેલી નાયબ પશુપાલન નિયામક ઘનિષ્ટ પશુસુધારણા યોજના શ્રી દેસાઈ સાહેબ તેમજ જિલ્લા પશુચિકિત્સા અધિકારી શ્રી પી. જી. તરકેસા સાહેબ તથા 1962 એનિમલ એમ્બ્યુલન્સ ના પશુ ચિકિત્સક ડો. મુકેશ બજીયા તેમજ અન્ય કર્મચારીઓએ આજના ખાસ દિવસ પર હાજર રહી લોકો ને હડકવા ના રોગ વિશે જાગૃતી આપવામાં આવી હતી અને ઉપસ્થિત લોકો ને જિલ્લા પશુચિકિત્સા અધિકારી ડો. તરકેસા દ્વારા સારી એવી માહિતી આપી હતી તેમાં હડકવા રોગ કેવી રીતે ફેલાય છે અને તેનાથી બચવા માટે યોગ્ય સમયાંતરે તેની વેક્સિન લેવા માટે જાણ કરવામાં આવી હતી તેમજ પ્રી અને પોસ્ટ વેક્સિન ડોઝ વિશે પણ માહિતી આપવામાં આવી હતી આ દિવશે હાજર રહેલા લોકો નો અમરેલી જિલ્લા 1962 પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અમાનતઅલી નકવી દ્વારા હાજર રહેલ લોકો નો આભાર માનવામાં આવ્યો હતો
Recent Comments