બગસરામાં ભારે વરસાદ પડતા સાતલડી નદીમાં ઘોડાપુર આવ્યા

બગસરામાં છેલ્લા ત્રણ દિવસ થયા વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા ર4 કલાકમાં ગુલાબવાવાઝોડું આવતા બગસરા પંથકમાં ભારે વરસાદ પડતા મોટા મુંજીયાસર ડેમ તથા આસપાસ ગ્રામ્યના તમામ ચેક ડેમો છલકાતા સાતલડી નદીમાં ઘોડાપૂર આવ્યા છે.
બે કાંઠે નદી આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તા અને બેઠા પુલ પર પાણી વહી જતા તે બધા રસ્તા બંધ થયેલ છે તેમજ અમુક રસ્તાઓ તૂટી ગયેલ છે. આ સાતલડી નદી દસ વર્ષ પહેલા ર010માં આવો જ ભારે વરસાદ પડતા સાતલડી નદીમાં ઘોડાપુર આવ્યા હતા અને બેકાબૂ બની હતી ફરી એ જ રીતે ર0ર1માં પણ આવા ઘોડાપુર જોવા મળ્યા છે.
Recent Comments