સૌરાષ્ટ - કચ્છ

ભારે વરસાદના કારણે પાણી ભરાતા ૧૨૪ વિદ્યાર્થી શાળામાં ફસાયા


ચોટીલા તાલુકાના ખેરડી ગામના રસ્તાઓ અને શાળાની આસપાસ પાણીનો ભરાવો થતાં શાળાથી ખેરડી ગામ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. શાળાની આસપાસ પાણીનો ભરાવો થયો હતો. તેથી વિદ્યાર્થીઓ શાળાની અંદર જ ફસાઈ ગયા હતા. શાળાની આસપાસ પાણીનો ભરાવો થયો હોવાના કારણે વાલીઓના જીવ પણ અધ્ધર થઇ ગયા હતા. મહત્ત્વની વાત છે કે, છેલ્લા ૩ દિવસથી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

આ વર્ષે સીઝનનો ૫૫૬ સ્સ્ વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં ખેડૂતો પાણી માટે ચિંતાતૂર બન્યા હતા અને તેઓ ભગવાનને જળ વર્ષા કરવાની પ્રાર્થના કરતા હતા પરંતુ હવે ખેડૂતો ભારે વરસાદના કારણે તેમના પાકને નુકસાન થશે તેવી ભીતિ સેવી રહ્યા છે. થોડા દિવસો પહેલા જામનગરમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. કેટલાક લોકોની ઘર વખરી અને પશુધનને પણ મોટું નુકસાન થયું હતું. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે. ઓગસ્ટ મહિનામાં વરસાદે વિરામ લીધો હતો. તેથી રાજ્યમાં પાણીની અછત વર્તાશે તેવી ભિતી ખેડૂતો અને લોકો સેવી રહ્યા હતા.

પરંતુ સપ્ટેમ્બર મહિનામાં કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ થયો હતો. સપ્ટેમ્બર મહિનામાં અવિરત વરસાદ થવાના કારણે રાજ્યના મોટાભાગના ડેમ, તળાવો અને નદીમાં પાણીની આવક થઇ છે. તો ક્યાંક પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહેલા શાહીન વાવાઝોડાના કારણે રાજ્યમાં અલગ-અલગ જગ્યા પર વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તો કેટલાક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ખેરડી ગામે વરસાદી પાણીનો ભરાવો થતાં ગામની શાળામાં વિદ્યાર્થી અને શિક્ષકો ફસાયા હતા. મહત્ત્વની વાત છે કે, ભારે વરસાદના કારણે ચોટીલા તાલુકાના ખેરડી ગામે નજીકમાંથી પસાર થતી નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું હતું અને ગામમાં ચોતરફ પાણી-પાણી થઇ ગયું હતું. જે સમયે ગામમાં પાણીનો ભરાવો થયો ત્યારે ખેરડી ગામની પ્રાથમિક શાળામાં ૧૨૪ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા અને ત્યારે ૧૩ શિક્ષકો પણ આ વિદ્યાર્થીઓની સાથે હતા.

Related Posts