ગાંધી જયંતિના આ અવસરે કેન્દ્રીય આરોગ્ય મંત્રીમનસુખભાઈ માંડવિયાએ ભાવનગરના ક્રેસન્ટ સર્કલ ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી આદરાંજલિ વ્યક્ત કરી,સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે પણ પૂ.બાપુને ભાવાંજલિ અર્પણ કરી
રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ જયંતિના અવસરે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ આજે ભાવનગરના ક્રેસન્ટ સર્કલ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી આદરાંજલિ વ્યક્ત કરી હતી.
આ અવસરે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે પણ પૂ.બાપુને ભાવાંજલિ અર્પણ કરી હતી. તેમની સાથે મેયર શ્રીમતી કીર્તિબેન દાણીધરીયા પણ જોડાયાં હતાં.
બંને મહાનુભાવોએ ગ્રામોદયના દ્યોતક અને આઝાદી કાળે સ્વરોજગારીના સશક્ત માધ્યમ એવી ખાદીની ખરીદી પણ કરી હતી.
ભાવનગર શહેર ભાજપ પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા, મહામંત્રીશ્રી અરૂણભાઇ પટેલ, શ્રી ડી.બી ચુડાસમા, શ્રી યોગેશભાઈ બદાણી, નગરસેવકો તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ વોર્ડ અને વિવિધ સેલ મોરચાના પ્રમુખ-મંત્રીઓએ ઉપસ્થિત રહી પૂજ્ય બાપુને ભાવાંજલિ અર્પણ કરી હતી.
આ કાર્યક્રમ બાદ ગાંધી સ્મૃતિ ખાતે કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષાશ્રી ભારતીબેન શિયાળ અને સમગ્ર શહેર સંગઠને ખાદીની ખરીદી કરીને સ્વદેશીની ભાવનાને બળ પૂરું પાડ્યું હતું.
Recent Comments