અમેરિકામાં કૌંભાંડમાં ૨૭ વર્ષીય ભારતીય દોષિત
૨૦ ડિસેમ્બરના રોજ તેને સજા સંભળાવવામાં આવશે. જાે કે ત્યાં સુધી તેને કસ્ટડીમાં જ રાખવામાં આવશે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજાે અનુસાર વિભિન્ન પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરીને પીડિતોને છેતરવામાં આવ્યા હતાં. તેમને વેસ્ટર્ન મની અને મનીગ્રામ જેવા માધ્યમથી નાણા મોકલવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા હતાં. આવા જ પ્રકારની એક યોજનામાં ટેકનિકલ સપોર્ટ માટે પીડિતોને સહાયતાની ખાતરી આપીને તેમના કોમ્પ્યુટર સુધી પહોંચ બનાવવામાં આવી હતી. ત્યારબાદ પીડિતોને જણાવવામાં આવતું કે તેમના ભૂલથી વધારે પેમેન્ટ ચૂકવાઇ ગયું હોવાથી તેમને ફેડએક્સ કે યુપીએસના માધ્યમથી નાણા ચૂકવવાના નિર્દેશ આપવામાં આવતા હતાં.
આ રિફંડ પ્રક્રિયામાં જ તેમણે પીડિતોના બેંક ખાતાઓ અને કાર્ડની માહિતી હસ્તગત કરી લીધી હતી.રાષ્ટ્રવ્યાપી ટેક સપોર્ટ રિફંડ કૌભાંડમાં સંડોવણીના આપોપ બદલ ૨૭ વર્ષના ભારતીય નાગરિકને દોષિત ઠેરવવામાં આવ્યો છે તેમ યુએસ એટર્નીએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ ભારતીય હ્યુસ્ટનમાં ગેરકાયદે વસવાટ કરતો હતો. સુમિતકુમાર સિંહે સ્વીકાર કર્યો છે કે તેણે ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન આ કૌભાંડમાં ભાગ લીધો હતો.સિંહને ૨૦ વર્ષની જેલ અને ૨,૫૦,૦૦૦ ડોલરનો દંડ થવાની શક્યતા છે.
Recent Comments