fbpx
બોલિવૂડ

આઈપીએલમાં પ્રીતિ ઝિન્ટા બની બેબી સીટર: સોશિયલ મિડીયામાં વાયરલ

૧ ઓક્ટોબરની સાંજે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઈડર્સ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રોમાંચક મેચ રમાઈ હતી. સખત ટક્કરવાળી આ મેચમાં કે.એલ. રાહુલની શાનદાર બેટિંગના દમ પર પંજાબ કિંગ્સે, કોલકાતા નાઇટ રાઇડર્સને ૫ વિકેટે હરાવી દીધી હતી. આ ગેમનું રિઝલ્ટ જે રહ્યું હોય તે પરંતુ સ્ટેન્ડસમાં એક ક્યૂટ ફેને દરેકનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું. આ સુપરહિટ મેચ દરમિયાન પંજાબ કિંગ્સની સહ માલકીન પ્રીતિ ઝિંટાના ખોળામાં એક ક્યૂટ છોકરું નજરે પડ્યું હતું

ફેન્સ એ સમજી શકતા નહોતા કે આખરે આ છોકરું કોનું છે? જાેતજાેતામાં આ છોકરાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. ફોટો વાયરલ થયા બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે પ્રીતિ ઝિંટાના ખોળામાં બેઠું આ છોકરું પંજાબ કિંગ્સની ટીમના કોઈ ખેલાડી કે પછી મેનેજમેન્ટના કોઈ મેમ્બરનું હોય શકે છે. ઘણા રિસર્ચ બાદ તેના માતા-પિતાનું નામ સામે આવ્યું છે.

પંજાબ કિંગ્સની ટીમનો ક્રિકેટર મનદીપ સિંહના ઇન્સ્ટાગ્રામ તસવીરો પર ધ્યાનથી જાેવામાં આવ્યું તો એ તેનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે તેના પુત્રનું નામ રાજવીર સિંહ છે જેનો જન્મ ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ થયો હતો. વર્ષ ૨૦૧૬મા મનદીપ સિંહના લગ્ન જગદીપ જસવાલ સાથે થયા હતા. ૈંઁન્ દરમિયાન બોલિવુડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા મોટા ભાગે પોતાની ટીમને ચીયર કરવા માટે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહે છે. તેની એક ઝલક જાેવા માટે ફેન્સ ખૂબ ઉત્સાહી રહે છે પરંતુ આ વખતે નાનકડા રાજવીર સિંહે મહેફિલ લૂંટી લીધી. પંજાબ કિંગ્સની વાત કરીએ તો તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર છે. તેણે પ્લેઓફમાં ક્વાલિફાય કરવા માટે બાકી બચેલી બધી મેચ જીતવી પડશે.ઇન્ડિયન પ્રીમિયર લીગ (ૈંઁન્) પૂર્ણાહુતિ તરફ જઈ રહી છે. ૈંઁન્ ટૂર્નામેન્ટની આ સીઝનમાં પ્લેઓફમાં ક્વાલિફાઇ કરનારી ટીમ મળી ચૂકી છે ચેન્નાઈ સુપર કિંગ્સ (ઝ્રજીદ્ભ) અને દિલ્હી કેપિટલ્સ (ડ્ઢઝ્ર) તરીકે. તો આજે પંજાબ કિંગ્સ (ઁમ્દ્ભજી) અને રોયલ ચેલેન્જર્સ બંગ્લોર (ઇઝ્રમ્) વચ્ચે થનારી મેચમાં બેંગ્લોર જીતશે તો ૈંઁન્માં પ્લેઓફમાં ક્વાલિફાઈ કરનારી ત્રીજી ટીમ મળી જશે અને પંજાબ કિંગ્સ માટે પ્લેઓફમાં પહોંચવાની સંભાવના ન બરાબર થઈ જશે પરંતુ જાે પંજાબ કિંગ્સ જીતે છે તો આશા યથાવત રહેશે.

Follow Me:

Related Posts