ભાવનગર

વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી અને સફાઇ અભિયાન અંતર્ગત શેત્રુંજય પ્રકૃતિ મંડળ પાલિતાણા અને પર્યાવરણ વિભાગ દ્વારા ટ્રેકિંગ – સફાઇ કાર્યક્રમ યોજાયો.

શેત્રુંજય પ્રકૃતિ મંડળ અને પર્યાવરણ વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી અને સફાઇ અભિયાન અંતર્ગત પાલિતાણા શેત્રુંજય પર્વતમાળાની રમણીય ગાળીઓમાં એક દિવસીય ટ્રેકિંગ પ્રોગ્રામ યોજાઇ ગયો .
જેમાં પાલિતાણા તાલુકાની સાથે ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓ તેમજ ભાવનગર, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ અને છેક સુરત સહિતનાં શહેરોમાંથી 10 વર્ષથી લઇ 70 વર્ષ સુધીના કુલ 104 ભાઇ-બહેનોએ ટ્રેકિંગમાં ભાગ લઇને પ્રકૃતિનો દુર્લભ નજારો માણ્યો હતો.


વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી અને સફાઇ અભિયાન નિમિત્તે ભાવેશભાઇ, શક્તિ, હર્ષ ત્રિવેદી, યુવરાજસિંહ અને હરેશભાઇ મકવાણાએ ટ્રેકરોને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સ્થાનિક ગાઇડ ખડાભાઇ સૌના રાહબર બન્યા હતા.
પાલિતાણા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ભાજપ રાજ્ય ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા લીલીઝંડી આપીને સૌને પ્રસ્થાન કરાવેલ. સાથે પાલિકાએ તેમજ પ્રકૃતિ મંડળે આર્થિક સહયોગ પણ આપ્યો હતો. 


ટ્રેકિંગ માટે ડૉ. મહેન્દ્રસિંહ સરવૈયાએ માર્ગદર્શન આપેલ. ટ્રેકિંગ રુટની ગોઠવણ અને આયોજન જિજ્ઞેશભાઇ, મનીષભાઇ,જિજ્ઞેશ મકવાણા, ભાવેશભાઇ સાવલિયાએ કરેલ.
સત્યાવીસ જેટલા નાના મોટા ધોધ ધરાવતો, બંને બાજુ પહાડ અને વચ્ચે વહેતાં પાણીનો જીવાપરનો ‘સાકરિયા ગાળો’ ભાવનગર જિલ્લાનો સુંદર ટ્રેક છે. જ્યાં સૌએ ખૂબ આનંદમય અને આહલાદક વાતાવરણમાં સુખરૂપ ટ્રેક પૂર્ણ કરીને પ્રકૃતિનો અદભૂત લહાવો લીધો હતો.

Related Posts