fbpx
અમરેલી

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી મહુવા અને જેસર તાલુકાના છ ગામોમાં રૂા. ૧ કરોડ ર૮ લાખની વાસ્મો યોજનાને મંજુરી

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી વાસ્મો યોજના અંતગૅત મહુવા તાલુકાના વાઘવદરડા, ભગુડા અને કોટીયા તથા જેસર તાલુકાના માતલપર, પીપરડી અને ટોલ સલડી ચોટીલી ગામે રૂા. ૧ કરોડ ર૮ લાખ જેવી માતબર રકમ મંજુર થયેલ છે.
જેમાં (૧) વાઘવદર ગામે પમ્પીંગ મશીનરી, આર.સી.સી. અન્ડર ગ્રાઉન્ડ સમ્પ, પાઈપ લાઈન, પમ્પ હાઉસ, એલ.ટી. લાઈન અને આઈ.ઈ.સી. કામ માટે રૂા. ૧૯ લાખ ૭૯ હજાર, (ર) ભગુડા ગામે પમ્પીંગ મશીનરી, પાઈપ લાઈન, પમ્પ હાઉસ, અવેડો, એલ.ટી. લાઈન અને આઈ.ઈ.સી. કામ માટે‘ રૂા. ૪૯ લાખ ૮ર હજાર, (૩) કોટીયા ગામે પમ્પીંગ મશીનરી, આર.સી.સી. અન્ડર ગ્રાઉન્ડ સમ્પ, રાઈઝીંગ મેઈન, વાયર ફેન્સીંગ, એલ.ટી. લાઈન અને આઈ.ઈ.સી. કામ માટે રૂા. ૧૦ લાખ ૭૭ હજાર, (૪) માતલપર ગામે પમ્પીંગ મશીનરી, આર.સી.સી. અન્ડર ગ્રાઉન્ડ સમ્પ, પાઈપ લાઈન, પમ્પ હાઉસ, એલ.ટી. લાઈન અને આઈ.ઈ.સી. કામ માટે રૂા. ૧૦ લાખ ૧૬ હજાર, (પ) પીપરડી ગામે પમ્પીંગ મશીનરી, ઉંચી ટાંકી, પાઈપ લાઈન, રાઈઝીંગ મેઈન, પમ્પ હાઉસ, વાયર ફેન્સીંગ, એલ.ટી. લાઈન અને આઈ.ઈ.સી. કામ માટે રૂા. ર૮ લાખ ૭૦ હજાર, (૬) ટોલ સલડી ચોટીલી ગામે આર.સી.સી. એચજીએલઆર, પાઈપ લાઈન અને આઈ.ઈ.સી. કામ માટે રૂા. ૯ લાખ પ૦ હજાર એમ મહુવા અને જેસર તાલુકાના કુલ છ ગામો માટે રૂા. ૧ કરોડ ર૮ લાખ જેવી માતબર રકમ મંજુર કરવામાં આવેલ છે. આ યોજનાના કામો પૂણૅ થયેલ આ તમામ ગામોમાં પાણીના પ્રશ્નનું કાયમી નિરાકરણ થશે તેમ જણાવેલ છે.

Follow Me:

Related Posts