fbpx
રાષ્ટ્રીય

કોઇ પણ રાજ્ય કોરોના મૃતકોના પરિવારને વળતરનો ઇનકાર ન કરી શકે

સુપ્રીમ કોર્ટે સરકારને આ સ્કીમનો વ્યાપક પ્રચાર કરવા પણ જણાવ્યું છે. ન્યાયમૂર્તિ એમ આર શાહની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે મૃત્યુના પ્રમાણપત્રમાં કોરોનાને કારણે મોત થયું છે તેવુ લખ્યુ ન હોય તો તેનો આધાર બનાવી કોઇ પણ રાજ્ય સરકાર વળતરની રકમ ચુકવવાનો ઇનકાર કરી શકે નહીં.

જિલ્લા અધિકારીઓએ આરટીપીસીઆર જેવા પુરાવાઓને આધારે કોરોનાથી મૃત્યુ થયું હોવાનું પ્રમાણિત કરવું જાેઇએ. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે જે મૃતકોના મૃત્યુ પ્રમાણપત્રમાં કોરોનાથી મોત થયું છે તેવું લખ્યું નથી તેમના પરિવારજનો યોગ્ય પુરાવા રજૂ કરી મૃત્યુ પ્રમાણપત્રમાં સંશોધન કરાવી શકે છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ૫૦,૦૦૦ રૃપિયાનું વળતર આપવાનો કોઇ પણ રાજ્ય ઇનકાર કરી શકે નહીં તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(એનડીએમએ) દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ૫૦,૦૦૦ રૃપિયાનું વળતર આપવાની ભલામણ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સોમવારે રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યા છે કે તે કોરોનાથી મૃત્યુ પામેલાઓના પરિવારજનોને ૫૦,૦૦૦ રૃપિયા ચુકવવા માટે કેન્દ્રના દિશાનિર્દેશોનું પાલન કરે અને વળતર મળ્યાની અરજીના ૩૦ દિવસની અંદર ચૂકવણી કરે.

Follow Me:

Related Posts