અમરેલી ખાતે પાલિકા દ્વારા ‘‘પંચામૃત” કાર્યક્રમ યોજાયો
અમરેલી નગરપાલિકા ઘ્વારા વિકાસની વણથંભી યાત્રામાં આજે નગરપાલિકા ભવન, વિશ્રામગૃહ, બાલમંદિર, જન સુખાકારી મોબાઈલ એપ્લીકેશન અને પ000 વૃક્ષોનાં લોકાર્પણનો પંચામૃત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં મુખ્ય લોકાર્પણ કર્તા એનસીયુઆઈ તેમજ ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી, મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ મહામંત્રી મહેશભાઈ કસવાલા ખાસ ઉપસ્થિત રહેલ હતા. લોકાર્પણ કાર્યક્રમમાં શહેરીજનોનીસુખાકારી અર્થે દિવાળી બાદ નૂતન વર્ષનાં પ્રારંભે જ શહેરમાં બાકી રહેલા રોડ રૂા. રર કરોડનાં ખર્ચે બનાવવાની પણ જાહેરાત કરવામાં આવેલ હતી. આ તકે સારહિ કલબ ઘ્વારા શહેરીજનોનાં લાભાર્થે નિઃશુલ્ક તબીબી સાધનોનું પણ લોકાર્પણ કરવામાં આવેલ હતું. અમરેલી નગરપાલિકાનાં પદાધિકારીઓ- અધિકારીઓ ઘ્વારા આજે દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે સવારે 11 કલાકે પંચામૃત લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
શહેરીજનોની પાયાની પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડવા તેમજ વિકાસનાં કાર્યોને આગળ ધપાવવા ઉપસ્થિત મહાનુભાવોએ આહવાન કરેલ હતું. આજના લોકાર્પણ કાર્યક્રમમાં તૌકતે વાવાઝોડાએ વેરેલ વિનાશમાં ઓકિસજનરૂપી વૃક્ષોનું નિકંદન બાદ અમરેલી નગરપાલિકા હદ વિસ્તારમાં પ000 વૃક્ષો વાવવાનાં સંકલ્પને સિઘ્ધ કરવાનાં હરિયાળી ક્રાંતિકારી કાર્યની ચોમેરથી પ્રસંશા થયેલ હતી. વૃક્ષો વિહોણા રસ્તાઓ ફરી પાછા વૃક્ષોથી લીલાછમ દીપી ઉઠશે અને પર્યાવરણલક્ષી એક સિઘ્ધિ લેખાશે. લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરતા કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવાએ જણાવેલ હતું કે, ભાજપે પાલિકાનાં સત્તાનાં સુત્રો સંભાળતાની સાથે ગત બોડીએ વધારેલા વેરા સ્થગીત કરવામાં આવેલ હતા. કોરોનાકાળમાં નગરજનો ઉપર વેરાનું ભારણવધારવાનાં બદલીે સ્થગીત કરવામાં આવેલ હતું. તેમજ શહેરના બાકી રહી ગયેલા સીસી રોડ ચોમાસુ પુરૂ થતાંની સાથે રૂા. રર કરોડનાં ખર્ચે નવા બનાવવાાં આવશે. આજના લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકાનાં સાત જેટલા માજી પ્રમુખ પણ ઉપસ્થિત રહેલ હતા.
સહકાર શિરોમણી અને પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપભાઈ સંઘાણીએ પણ પોતે પાલિકા પ્રમુખ હતા ત્યારના કાર્યોને વાગોવેલ હતા. તેમજ હાલની પાલિકાની ભાજપની ટીમની કાર્યશૈલીને વધાવેલી હતી. મ્યુનિસિપટલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી પણ આજના કાર્યક્રમમાં ખાસ મહેમાનરૂપે ઉપસ્થિત રહેલા હતા અને શહેરનાં વિકાસનાં કાર્યો માટે ભાજપ સરકાર હંમેશા તત્પર રહેલ છે. પ્રદેશ મહામંત્રી મહેશભાઈ કસવાલાએ જણાવેલ હતું કે, કોંગ્રેસનાં કાળમાં કેડા હતા આજે કેડાના પાકા રોડ બની ગયેલા છે. ભાજપ સરકારમાં તમામ ગામડા જોડતા રસ્તાઓ પાકા બની ગયેલા છે. ગાડા કેડા આજે પેવરથી મઢાઈ ગયેલા છે. આજના કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમરડેરીનાં ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, રાજય સાહિત્ય એકેડમીના યોગેશભાઈ ગઢવી, નગરપાલિકા પ્રમુખ મનિષાબેન રામાણી, ઉપપ્રમુખ રમાબેન મહેતા, ભાજપ મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસિયા, રાજુભાઈ કાબરીયા, ટી.પી. ચેરમેનપીન્ટુભાઈ કુરૂન્દલે, દંડક ચિરાગભાઈ ચાવડા, સદસ્યો, કર્મચારીઓ તેમજ નગરજનો, વેપારી ભાઈઓ ઉપસ્થિત રહેલા હતા. ચીફ ઓફિસર આર.જી. ઝાલએ આભારવિધિ કરેલ હતી.
Recent Comments