fbpx
અમરેલી

મહુવા-સુરત ટ્રેનને લીલીયા મોટા ખાતે સ્ટોપ આગામી 8 થી 10 દિવસમાં મળી જશે : સાંસદ નારણભાઈ કાછડીયા

મહુવા-સુરત ટ્રેનને લીલીયા મોટા ખાતે સ્ટોપ આપવા બાબતે ઉપવાસ આંદોલનની મીડિયા અને સોશ્યલ મીડિયા મારફતે આપવામાં આવતી ચીમકી અંગે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ પ્રતિક્રિયા આપતા જણાવેલ છે કે, ગત તા. 13.8.2021 ના રોજ માન. રેલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે મહુવા-સુરત ટ્રેનને સુરત ખાતે થી લીલી ઝંડી આપ્યા બાદ થી જ મહુવા-સુરત ટ્રેનને લીલીયા મોટા ખાતે સ્ટોપ પ્રદાન થાય તે માટે મારા તરફ થી કોન્ફ્રરન્સમાં જ ઉપસ્થિત મંત્રીશ્રી, જનરલ મેનેજર, વેસ્ટર્ન રેલવે, મુંબઇ અને ડી.આર.એમ., ભાવનગર પરાને રજુઆત કરવામાં આવેલ હતી તથા તા. 19.8.2021 અને તા. 7.9.2021 ના રોજ પણ લેખિતમાં રજુઆત કરેલ હતી. જેના અનુસંધાને ડી.આર.એમ. તરફ થી લીલીયા મોટા ખાતે સ્ટોપ આપવા અંગે ઓલરેડ્ડી ઉચ્ચ કક્ષાએ દરખાસ્ત થઈ ગયેલ છે.

સાંસદશ્રીએ વધુમાં જણાવેલ છે કે, મહુવા-સુરત ટ્રેનનો લીલીયા મોટા ખાતે સ્ટોપ મળી રહે તે માટે હું સતત માન. મંત્રીશ્રી અને રેલવે વિભાગના અધિકારીઓ સાથે સંપર્કમાં છું. આ અંગે ગઈ કાલ તા. 7.10.21ના રોજ માન. મંત્રી શ્રી દર્શનાબેન સાથે વાત કરતા મહુવા-સુરત ટ્રેનને આગામી 8 થી 10 દિવસમાં લીલીયા મોટા ખાતે સ્ટોપ પ્રદાન કરી આપવામાં આવશે તેવી મંત્રીશ્રી એ બાહેંધરી આપેલ હોવાનું સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે.

Follow Me:

Related Posts