અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ દવારા આયોજિત કોવિડ-19 ન્યાયયાત્રા વોર્ડ નં 11 આનંદનગર,પનીહારી સોસાયટી,સંકુલ રોડ વિસ્તારમાં પહોંચી
સમગ્ર શહેર માં અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા અને શહેર કૉંગ્રેસ ની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે
અમરેલી શહેર માં વોર્ડ નં 11 માં પહોંચી કોરોના મહામારી દરમિયાન મૃત્યું પામેલા દિવંગત ને સામુહિક શ્રધાંજલિ આપવામાં આવી
covid19_ન્યાય_યાત્રા દરમ્યાન કોરોનાં માં મૃત્યુ પામેલા મૃતક પરિવાર ના ઘરે ઘરે જઈ કોરોના માં મૃતક ના વારસદારો ને રૂપિયા 4 લાખ ની સહાય મેળવવા માટે ના ફોમ ભરવામાં આવ્યા
#covid19_ન્યાય_યાત્રા*અમરેલી શહેર વોર્ડ નં 11 ચિતલ રોડ ઓમનગર સહીત ના વિસ્તારમાં કોરોના ની મહામારી દરમિયાન મૃત્યું પામેલા દિવંગત ના સ્વજનો ની મુલાકાત લઈ સાંત્વના પાઠવી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ મળતી તમામ આર્થિક સહાય અંગે ચર્ચા કરી. આ ન્યાય યાત્રા મા ઉપસ્થિત અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા શહેર કૉંગ્રેસ ના ઉપ પ્રમુખ મહેશ સોમૈયા અમરેલી નગરપાલિકા વૉર્ડ નં 11 ના નગરપાલિકા ના પૂર્વ સદસ્ય રમેશભાઈ ધાનાણી . તે વિસ્તાર ના આગેવાન જોરુભાઈ વાળા અલ્પેશ દુહેરા ભાવિન ત્રિવેદી સહિત સ્થાનિક કૉંગ્રેસ ના આગેવાનો કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા તેવું અમરેલી શહેર કૉંગ્રેસ ના ઉપ પ્રમુખ મહેશ સોમૈયા ની અખબારી યાદી જણાવે છે
Recent Comments