fbpx
બોલિવૂડ

આવતા વર્ષે અજય દેવગણની કોમેડી ફિલ્મ આવશે

અજય દેવગણે અગાઉ ઇન્દ્ર કુમારની ફિલ્મ ઇશ્ક, મસ્તી અને ટોટલ ધમાલ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. હવે તે વધુ એક ફિલ્મ થેન્કગોડ તેની સાથે કરી રહ્યો છે. આ કોમેડી ફિલ્મમાં સિધ્ધાર્થ મલ્હોત્રા અને રકૂલપ્રિતસિંહ સાથે અજયની મુખ્ય ભુમિકા છે. અજય દેવગણને આ ફિલ્મમાં મૃત્યુના દેવતા યમરાજનો રોલ મળ્યો છે. ફિલ્મમાં મોટા પ્રમાણમાં વીએફએકસનો ઉપયોગ કરવામાં આવશે. ફિલ્મનું શુટીંગ શરૂ થઇ ગયું છે અને આવતા વર્ષના મધ્યમાં રિલીઝ થઇ જશે. સિધ્ધાર્થ અને રકુલપ્રિતની લવસ્ટોરી આ ફિલ્મમાં દેખાડાશે. પણ તેની આ પ્રેમકહાનીમાં ત્યારે ભૂકંપ આવી જાય છે જ્યારે સિધ્ધાર્થનું અચાનક મૃત્યુ થાય છે અને તે યમરાજ પાસે પહોંચી જાય છે. અજય અને સિધ્ધાર્થ વચ્ચે જે સંવાદ થશે તે દર્શકોને પેટ પકડીને હસાવશે. અજય દેવગણની અન્ય ફિલ્મો મે ડે, મેદાન, આરઆરઆર, સૂર્યવંશી કતારમાં છે. તે એક વેબ સિરીઝ પણ કરી રહ્યો છે.

Follow Me:

Related Posts