કેનીંગ અને કિચન ગાર્ડન યોજના, ભાવનગર દ્વારા મહિલા તાલીમાર્થીઓને અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ‘કિચન ગાર્ડન’ અંગેની તાલીમ વિજ્ઞાનનગરી ખાતે તા.૦૭/૧૦/૨૦૨૧ના રોજ યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા દિપ પ્રાગટયથી તાલીમને લાભાર્થીઓ માટે ખુલ્લી મુકવામાં આવ્યું હતું, જેમાં મદદનીશ બાગાયત નિયામકશ્રી બી.ટી.સાંગાણી દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું તેમજ જીવંત પ્રસારણના માધ્યમથી ગાંધીનગર બાગાયત નિયામકશ્રી પી.એમ.વઘાસિયા દ્વારા શહેરી બાગાયત વિકાસ યોજનાનો રાજયભરમાં અમલીકરણ માટે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ગાંધીનગર નાયબ બાગયત નિયામકશ્રી એફ.જી.પંજ દ્વારા યોજનાની પૂર્વભુમિકા, પરિચય, મહત્વ, સમજણ આપવામાં આવી હતી. બાગાયત નિરિક્ષકશ્રી આસીફા એચ. મોમીન દ્વારા કિચન ગાર્ડનમાં ઉપયોગી સાધનો, કમ્પોસ્ટ બનાવવાની રીત તથા રોગ-જીવાતનાં ઘરગથ્થું નિયંત્રણ અંગે સમજાવવામાં આવ્યું હતું. કે.વી.કે., સણોસરાનાં વિષય નિષ્ણાંત શ્રીમતી એસ.એન.બોરીચા દ્વારા કિચન ગાર્ડન દ્વારા ફુડ, હેલ્થ અને ન્યુટ્રીશનની જાળવણી અંગે માહિતી આપવામાં આવી હતી. મદદનીશ બાગાયત નિયામકશ્રી જે.જે.અમરચોળી દ્વારા “કિચન ગાર્ડન- શાકભાજીનું નવું સરનામું” જેવા નવા વિષય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમનાં મુખ્ય અતિથિ તથા નાયબ બાગાયત નિયામકશ્રી એમ.બી.વાઘમશી દ્વારા શાકભાજીનાં મુલ્યવર્ધન અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી તથા વિજ્ઞાનનગરી અંગે પણ પરિચય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કિચન ગાર્ડન અંગે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી અને અંતમાં બાગાયત અધિકારીશ્રી જે.બી.લાઠીયા દ્વારા સૌનો આભારમાંની તાલીમને પુર્ણ જાહેર કરવામાં આવી હતી. આ તાલીમમાં ભાવનગર શહેરની ૭૫ થી વધુ બહેનોએ લાભ લીધો હતો.


















Recent Comments