હવે એર ઈન્ડિયાના કર્મચારીઓની નોકરી સલામત
એક વર્ષ પછી કંપની કર્મચારીઓની છટણી કરે તો કર્મચારીઓને સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના (વીઆરએસ)નો લાભ આપવો પડશે. એર ઈન્ડિયાને વેચતી વખતે કર્મચારીઓ અને સેવા નિવૃત્ત કર્મચારીઓના હિતોનું પૂરતું ધ્યાન રખાયું છે. કર્મચારીઓના પીએફ, ગ્રેજ્યુઈટી વગેરે બધું જ એક સમાન જ રહેશે. તેમાં કોઈ ફેરફાર થશે નહીં. નિવૃત્તિ પછી મળનારી મેડિકલ સુવિધા પણ ચાલુ રહેશે. એર ઈન્ડિયાની બ્રાન્ડ્સમાં આઠ લોગો છે, જે હવે તાતા સન્સને સોંપાશે. આ લોગો કંપની પાંચ વર્ષ સુધી કોઈને ટ્રાન્સફર કરી શકશે નહીં. પાંચ વર્ષની મુદત પછી પણ કોઈ વિદેશી સંસ્થાને ક્યારેય ટ્રાન્સફર કરી શકાશે નહીં.કેન્દ્ર સરકારની વર્ષોની મહેનત પછી આખરે દેવામાં ડૂબેલી સરકારી એરલાઈન કંપની એર ઈન્ડિયા વેચાઈ ગઈ છે.
સરકારે આ એરલાઈન તાતા સન્સને વેચવાની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી હતી. સરકારીમાંથી ખાનગી કંપની બનનારી એર ઈન્ડિયામાં કર્મચારીઓની છટણી થશે અથવા તેમને વીઆરએસ અપાશે તેવી અટકળોએ જાેર પકડયું છે. જાેકે, સરકારે આ અટકળો ફગાવી દીધી છે. નાગરિક વિમાન મંત્રાલયના સચિવ રાજીવ બંસલે જણાવ્યું કે હાલ એર ઈન્ડિયામાં ૧૨,૦૮૫ કર્મચારી છે, તેમાંથી ૮,૦૮૪ કાયમી અને ૪,૦૦૧ કર્મચારી કોન્ટ્રાક્ટ પર છે. આ સિવાય એર ઈન્ડિયા એક્સપ્રેસમાં ૧૪૩૪ કર્મચારીઓ છે. તાતા સન્સ આ બધા જ કર્મચારીઓની આગામી એક વર્ષ સુધી છટણી કરી શકશે નહીં. એટલે કે આગામી એક વર્ષ સુધી કોઈ પણ કર્મચારીની નોકરી સલામત છે.
Recent Comments