લાઠી પ્રાંત કચેરી દ્વારા ખુટતી સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત માટેની ઝુંબેશ હેઠળ ૨૫.૮૯ લાખની વસુલાત કરાઈ
લાઠી પ્રાંત કચેરી ખાતે મુંબઇ સ્ટેમ્પ અધિનિયમ હેઠળ ખુટતી સ્ટેમ્પ ડ્યુટીની વસુલાતના બાકી કેસો માટે લાઠી પ્રાંત કચેરી અને તેમા સમાવિષ્ટ લાઠી તથા બાબરા તાલુકા મામલતદાર કચેરી દ્વારા તા. ૦૧/૦૪/૨૦૨૧ થી આજ તા. ૨૪/૦૯/૨૦૨૧ સુધીમાં ખુટતી સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બાકી કેસો પૈકી બન્ને તાલુકામાં કુલ ૨૨૨ કેસોમાં વસુલાતની કામગીરી પુર્ણ કરી ખુટતી સ્ટેમ્પ ડ્યુટીની કુલ રકમ રૂ. ૧૨,૪૨,૨૮૪/-, વ્યાજની રકમ રૂ. ૧૨,૯૧,૩૨૨/- તથા દંડની રકમ રૂ. ૫૫,૫૦૦/- મળી કુલ રકમ રૂ. ૨૫,૮૯,૧૦૬/- અંકે રૂપિયા પચ્ચીસ લાખ નેવ્યાશી હજાર એકસો છ પુરાની વસુલાત કરવામાં આવી હતી.
Recent Comments