વિશ્વની ૫૪ ટકા શાળામાં વર્ગખંડ શિક્ષણ શરૂ
મોટાભાગના દેશોમાં આગામી કેટલાય મહિના સુધી વ્યાપક રસીકરણ થઇ જાય તે સંભવ નથી અને તમામ શિક્ષકોનું રસીકરણ થઇ જાય ત્યાં સુધી બાળકોના હિતોના જાેખમે શાળાઓને બંધ રાખવાનો ર્નિણય સંક્રમણને ઘટાડવામાં કાંઇ મોટા ફાયદાકારક રહે તેમ પણ નથી. તે સંજાેગોમાં આવા સાદા અને સસ્તા ઉપાયો અજમાવીને શાળામાં સંક્રમણને અટકાવી શકાય.વિશ્વ બેન્કની શિક્ષણ ટીમ દ્વારા તૈયાર થયેલા અહેવાલમાં જણાવ્યા મુજબ વિશ્વના ૩૩ ટકા દેશો જ શિક્ષકોના રસીકરણને અગ્રિમતા આપી રહ્યા છે. વિશ્વ બેન્કે ભલામણ કરી છે કે શાળાઓને ફરી શિક્ષણકાર્ય માટે ખુલ્લી કરતાં પહેલાં જ્યાં શક્ય હોય ત્યાં શિક્ષકોના રસીકરણને અગ્રિમતા અપાવી જાેઇએ.
જ્યાં આ બાબત શક્ય ના હોય ત્યાં સંક્રમણ સામે રક્ષણના પૂરતા પગલાં લેવા જાેઇએ.કોવિડ-૧૯ મહામારીને કારણે વિશ્વભરની શાળાઓને બંધ રાખવાની ફરજ પડયાના ૧૯ મહિના પછી વિશ્વભરની માત્ર અડધોઅડધથી વધુ શાળાઓમાં જ વર્ગખંડમાં શિક્ષણકાર્ય શરૂ થયું છે, જ્યારે ૩૪ ટકા શાળાઓમાં ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને પ્રકારે શિક્ષણકાર્ય શરૂ થયું છે.
કોવિડ-૧૯ ગ્લોબલ એજ્યુકેશન રિકવરી ટ્રેકર પરનો ડેટા આ હકીકત સામે લાવે છે. જાેન હોપકિન્સ યુનિર્વિસટી, વિશ્વ બેન્ક અને યુનિસેફ દ્વારા સંયુક્તપણે આ ટ્રેકર લોન્ચ થયું છે. ૨૦૦ જેટલા દેશોમાં નીતિ નિર્ધારકોને ર્નિણયો લેવામાં મદદ કરે અને રાબેતા મુજબની સ્થિતિ બહાલ કરવાના આયોજનમાં મદદરૂપ થાય તે હેતુસર આ ટ્રેકર લોન્ચ થયું છે. ટ્રેકરના ડેટા મુજબ વિશ્વની ૮૦ ટકા શાળાઓમાં નિયમિત શિક્ષણકાર્ય શરૂ થઇ ચૂક્યું છે.
૩૪ ટકા શાળાઓમાં ઓનલાઇન અને ઓફલાઇન એમ મિશ્ર પદ્ધતિથી શિક્ષણકાર્ય શરૂ થયું છે. ૧૦ ટકા શાળાઓમાં રિમોટ ઇન્સ્ટ્રક્શન પદ્ધતિથી શિક્ષણ આગળ વધી રહ્યું છે તો ૨ ટકા શાળાઓ વિદ્યાર્થીને ઇન્સ્ટ્રક્શન પણ આપતી નથી. વિશ્વ બેન્કે અહેવાલ જારી કરીને શાળાઓ ફરી શરૂ કરવાની તરફેણ કરતાં શાળા હજી લાંબા ગાળા સુધી બંધ રાખવા સામેના જાેખમો સમજાવવા પ્રયાસ કર્યો છે.
Recent Comments