મારું પોતાનું પણ એક વ્યક્તિત્વ છે: કિયારા અડવાણી
કિયારાને હેમા માલિની સાથે પણ તેની સરખામણી સાથે સરખામણી થઇ રહી છે. એક ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન વાત કરી કે હેમા માલિની સાથે મારી સરખામણી કરવી એ સારી વાત છે પરંતુ મારુ પોતાનું પણ એક વ્યક્તિત્વ છે. કિયારાની પોસ્ટમાં હંમેશા તેની સરખામણી હેમા માલિની સાથે કરવામાં આવી છે, લોકોએ કહ્યું કે તે કિયારા ડ્રીમ ગર્લ સાથે મળતી આવે છે.
કિયારાએ આ વિશે વાત કરતા કહ્યું કે, હેમાજી સાથે સરખામણી કરવામાં આવે તે મારા માટે સન્માનની વાત છે. હું ખૂબ ખુશ છું પરંતુ સાચું કહું તો કોમ્પ્લિમેન્ટ હંમેશા વિચિત્ર લાગ્યું છે. ખબર નહી આની પર કેવી રીતે રિએક્ટ કરું. પરંતુ મારું એક અલગ જ વ્યક્તિત્વ છે. હું જેવી દેખાઉ છું, મને તે પસંદ છે.
Recent Comments