fbpx
રાષ્ટ્રીય

કેલિફોર્નિયામાં થયેલુ પ્લેન ક્રેશ, ભારતીય મૂળના ડોક્ટર મોતને ભેટ્યા

કેલિફોર્નિયામાં એરિઝોના રાજ્યના યુમા રિજિયોનલ મેડિકલ સેન્ટર ખાતે કાર્ડિયોલોજિસ્ટ તરીકે સેવા આપતા ડો. સુગતા દાસ પોતાની માલિકીનું નાનુ વિમાન ધરાવતા હતા. ભારતીય મૂળના કાર્ડિયોલોજિસ્ટ સુગતા દાસની માલિકીનું બે એન્જિન ધરાવતું એક નાનું વિમાન તૂટી પડતાં તેમાં બેઠેલા ડોક્ટર સહિત કુલ બે વ્યક્તિના મોત થયા હતા એમ અહીંના મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં કહ્યું હતું. આ વિમાન જ્યાં તૂટી પડયું હતું ત્યાં આસપાસના ઘરોમાં આગ લાગી હતી અને પારાવાર નુકસાન થયું હતું.

કેલિફોર્નિયાના સાંતિ ખાતે આવેલી સંતાના હાઇસ્કુલ નજીક જ્યાં આ વિમાન તૂટી પડયું હતું ત્યાં આસપાસના બે ઘરોમાં આગ લાગી ગઇ હતી અને અન્ય પાંચ મકાનો અને પાર્ક કરેલા ઘણા વાહનોને ખુબ નુકસાન પહોંચાડયું હતું. જાે કે બે મકાનોમાં લાગેલી આગ અન્ય મકાનો સુધી પ્રસરે તે પહેલાં ફાયર બ્રિગેડના જવાનોએ આગ બુઝાવી દીધી હતી. આ અકસ્માતમાં માર્યો ગયેલો બીજાે વ્યક્તિ યુપીએસ કંપનીનો કર્મચારી હતો અને તે જમીન ઉપર હતો.

યુપીએસ કંપનીએ પણ એ વાતની પુષ્ટિ કરી હતી કે વિમાન અકસ્માતમાં તેના એક કર્મચારીનું મોત થયું છે. કેલિફોર્નિયાના સાંતિ ખાતે વિમાન અકસ્માતમાં ભારતીય મૂળના ડો. સુગતા દાસ માર્યા ગયા હોવાના સમાચાર સાંભળીને અમને ઘણુ દુઃખ થયું છે એમ યુમા રિજિયોનલ મેડિકલ સેન્ટરના ટીફ મેડિકલ ઓફિસર ભરત માગુએ એક નિવેદનમાં કહ્યું હતું.

Follow Me:

Related Posts