વીજ કટોકટીની કથા સામે સુરત મહાનગરપાલિકાનો અનોખો પ્રયાસ
સુરત મહાગરપાલિકા વર્ષે દહાડે વિજ પુરવઠા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ખર્ચનું ભારણ હળવું કરવા માટે મનપા કુદરતી ઉર્જા તરફ આગળ વધી રહી છે. સુરત મનપાએ વર્ષ ૨૦૧૦માં ૨૨ કરોડના ખર્ચે ૩.૭૫ મે.વો ક્ષમતાનો પ્રથમ વિન્ડ પાવર પ્લાન્ટ કચ્છમાં સ્થાપિત કર્યો હતો. આ પ્લાન્ટ પાછળ જેટલો ખર્ચ થયો હતો તે સરભર થઇ ગયો છે. આ ઉપરાંત મનપાને વિજ ઉત્પાદનથી કરોડ રૂપિયાની આવક પણ થઇ છે. ત્યારબાદ મનપાએ તબક્કાવાર કચ્છ નખતરાણા ખાતે ૮, પોરબંદર ખાતે ૫ અને જામનગર ખાતે ૪ મળી અંદાજે ૩૨૦ કરોડના ખર્ચે કુલ ૧૭ જેટલા પ્લાન્ટ સ્થાપિત કર્યા છે. આ સાથે મનપાની વિવિધ મિલકતો પર સોલાર પ્લાન્ટ ગોઠવીને આર્ત્મનિભર બનવા પ્રયાસ મનપા દ્વારા કરવામાં આવી રહ્યો છે.
સોલાર પ્લાન્ટ માટે રાજયના કોઇ પણ સ્થળે મનપા જરૂરી ૨૦ એકર જગ્યા પ્રાપ્ત કરશે. કેપિટલ ખર્ચ મનપા કરશે જયારે પ્લાન્ટની સંચાલનની જવાબદારી ખાનગી એજન્સીને સોંપવામાં આવશે. ૧૦ મેગા વોટ પ્લાન્ટના માધ્મયથી વર્ષે ૧૭ લાખ યુનિટ વીજ ઉત્પાદન કરવામાં આવશે. દેશભરમાં વીજળીની કટોકટીની વાત ચાલી રહી છે ત્યારે પાલિકાએ વીજ ખર્ચનુ ભારણ ઘટાડવા માટે જુદો જ ર્નિણય કર્યો છે. સુરત મનપા ૧૦ મેગા વોટ ક્ષમતાનો સોલાર પ્લાન્ટ બનાવવાનો ર્નિણય કર્યો છે. પાલિકાની લાઇટ એન્ડ ફાયર સમિતિની બેઠકમાં આ સોલાર પ્લાન્ટ માટે ૬૪.૪૬ કરોડનો અંદાજ મંજુર કરવામાં આવ્યો છે. પ્લાન્ટમાંથી જે વિજળી ઉત્પાદન કરવામાં આવશે તે વિજળીનું વેચાણ કરી જગ્યાનું ભાડું ચુકવવમાં આવશે. વર્ષે દહાડે ૧૭ લાખ યુનિટ વિજળીનું ઉત્પાદન કરીને મનપા ૯.૫૦ કરોડની આવક કરશે એવો અંદાજ આંકવામાં આવ્યો છે. આજે મળેલી લાઇટ એન્ડ ફાયર સમિતિની બેઠકમાં ઉક્ત ૧૦ મેગા વોટ સોલાર પ્લાન્ટને લીલીઝંડી આપવામાં આવી હતી.સુરત મનપા ખાતે મળેલી લાઇટ એન્ડ ફાયર સમિતિની બેઠકમાં ૧૦ મેગા વોટ ક્ષમતાનો વધુ એક સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે ૬૪.૪૬ કરોડનો અંદાજ મંજુર કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટના મેઇન્ટેન્સ પાછળ ૧૦ વર્ષે ૩ કરોડનો ખર્ચ થાય તેવી શક્યતા જાેવાઇ રહી છે. ૧૦ મેગા વોટના સોલાર પ્લાન્ટ માટે મનપા ગુજરાતના કોઇ પણ સ્થળે ૪૦ એકર જગ્યા ભાડેથી મેળવશે. ત્યારબાદ પ્લાન્ટની જાળવણીની જવાબદારી ખાનગી એજન્સીને સોપવામાં આવશે.
Recent Comments