ઈંગ્લેન્ડના ચર્ચમાં કન્ઝર્વેટિવ સાંસદ ડેવિડ અમેસની ચાકુથી હત્યા કરાઈ
હવાઈ ફૂટેજમાં ચર્ચની નજીક કેટલીક એમ્બ્યુરન્સ અને એક એર એમ્બ્યુલન્સ જાેવા મળી હતી. સ્થાનિક કાઉન્સિલર જ્હોન લેમ્બે જણાવ્યું હતું કે, હુમલો થયા પછી બે કલાક કરતાં વધુ સમય સુધી અમેસને હોસ્પિટ લઈ જવાયા નહોતા અને તેમની સ્થિતિ અત્યંત ગંભીર હતી. ૬૯ વર્ષીય અમેસ સાઉથેન્ડ વેસ્ટના સાંસદ છે. આ મતવિસ્તારમાં ૧૯૯૭માં લેગ-ઓન-સીનો સમાવેશ કરાયો હતો. જાેકે, અમેસ ૧૯૮૩થી આ વિસ્તારના સાંસદ છે. અમેસને સાઉથેન્ડને શહેર જાહેર કરાયું ત્યાં સુધી અવિરત અભિયાન ચલાવવા માટે ઓળખાતા હતા. બ્રિટનમાં રાજકારણીઓ પર ભાગ્યે જ હુમલા થતા હોય છે, પરંતુ જૂન ૨૦૧૬માં લેબર પાર્ટીના સાંસદ જાે કોક્સનું તેમના નોર્ધર્ન ઈંગ્લેન્ડ મતવિસ્તારમાં ચાકુ હુલાવીને તથા ગોળી મારીને હત્યા કરાઈ હતી.
પૂર્વીય ઈંગ્લેન્ડમાં એક ચર્ચમાં શુક્રવારે મતદારો સાથેની એક બેઠક દરમિયાન બ્રિટિશ કન્ઝર્વેટિવ સાંસદ ડેવિડ અમેશનું એક વ્યક્તિએ ચાકુ હુલાવી હત્યા કરી દીધી હતી. આ ઘટનામાં ૨૫ વર્ષીય યુવાનની ધરપકડ કરવામાં આવી છે તેમ પોલીસે જણાવ્યું હતું. એસેક્સ પોલીસે જણાવ્યું હતું કે, તેમને શુક્રવારે બપોરે લેગ-ઓન-સીમાં ચાકુ હુલાવી એક વ્યક્તિનું મોત નીપજાવ્યાના અહેવાલ મળ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી અને તેની પાસેથી ચાકુ મળી આવ્યું હતું.પોલીસે ઉમેર્યું હતું કે, આ ઘટનાના સંદર્ભમાં અન્ય કોઈ સામે જાેખમ નથી. ચાકુની ઈજાના કારણે પાછળથી વ્યક્તિનું મોત થયું હતું. જાેકે, પોલીસે મૃતક વ્યક્તિનું નામ જાહેર કર્યું નહોતું. શકમંદ યુવાનની હત્યાના આરોપ હેઠળ ધરપકડ કરાઈ છે તેમ પોલીસે જણાવ્યું હતું. જાેકે, સ્કાય ન્યૂઝ અને અન્ય સમાચાર સંસ્થાઓના અહેવાલ મુજબ સાંસદ ડેવિડ અમેસ લંડનની પૂર્વે લગે-ઓન-સીના એક રહેણાંક વિસ્તારમાં બેલફેર્સ મેથડિસ્ટ ચર્ચમાં મતદારો સાથે એક નિયમિત બેઠકમાં ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમના પર ચાકુથી હુમલો થયો હતો.
Recent Comments