fbpx
રાષ્ટ્રીય

કોરોના મહામારીને કારણે ગરીબીમાં વધારો : આઇએમએફ


કોરોના મહામારીની સૌથી વધારે અસર જે દેશોમાં થઇ છે તેમાં પ્રથમ પાંચ દેશો યુએસ, બ્રાઝિલ, ભારત, મેક્સિકો અને રશિયા છે. દરમ્યાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ-આઇએમએફ દ્વારા ગ્લોબલ ઇકોનોમીમાં વૃદ્ધિના સંકેતો મળી રહ્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે. પણ સાથે સાથે દુનિયામાં અસમાનતા અને ગરીબીમાં પણ વધારો થયો છે. આઇએમએફની વાર્ષિક બેઠકમાં ભારતના નાણાં પ્રધાન ર્નિમલા સીતારામને પણ હાજરી આપી હતી. સ્વિડનના નાણાં પ્રધાન અને આ બેઠકના અધ્યક્ષ મેગદાલેના એન્ડરસને જણાવ્યું હતું કે મહામારીને કારણે ગરીબી અને અસમાનતામાં વધારો થયો છે. તેમણે સાવર્ત્રિક રસીકરણ માટે આંતરરાષ્ટ્રીય સહકાર સાધવા હાકલ કરી હતી. દરમ્યાન વિશ્વ આરોગ્ય સંસ્થાની કોરોના વાઇરસના ઉત્પતિસ્થાનને શોધવાની નવી તપાસમાં જાેડાવા માટે ચીન સંમત થયું છે. હૂ દ્વારા આ સપ્તાહના આરંભે નવો ટાસ્ક ફોર્સ સાયન્ટિફિક એડવાઇઝરી ગુ્રપ ઓન ઓરીજિન્સ ઓફ નોવેલ પેથોજન્સ -સાગોની જાહેરાત કરી હતી. હૂએ કોરોના વાઇરસના મૂળ શોધવાની આ છેલ્લી તક ગણાવી હતી. કોરોના મહામારીને બે વર્ષ :વા આવ્યા હોવાથી હવે તેના પુરાવા પણ નષ્ટ થઇ રહ્યા છે.કોરોનાની રસીના બંને ડોઝ લેનારા વિદેશી નાગરિકો માટે યુકે અને યુએસએમાં પ્રવાસ

રવાનું હવે સરળ બની રહ્યું છે. વ્હાઇટ હાઉસે આઠમી નવેમ્બરથી કોરોનાની રસી લેનારા વિદશી નાગરિકો માટે પ્રવાસ નિયંત્રણો ઉઠાવી લેવાની જાહેરાત કરી હતી. જમીન સરહદે અને વિમાન પ્રવાસ કરી યુએસએમાં પ્રવેશ કરવાનું હવે સરળ બનાવવામાં આવ્યું છે. યુએસ સરકારે પ્રવાસ નિયંત્રણો ઉઠાવી લેતાં હવે યુએસમાં વસતાં નાગરિકોના રસી લેનારા સગાવહાલાઓ હવે તેમને મળવા માટે જઇ શકશે. જાે કે, કેનેડા અને મેક્સિકોની સરહદે હજી કોરોનાની રસી ન લેનારા પ્રવાસીઓ પ્રતિબંધ યથાવત છે. કેનેડાએ નવમી ઓગસ્ટથી જ કોરોનાની બંને રસી લેનારા અમેરિકનોને પ્રવેશ આપવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ યુકેમાં જે દેશોનો રેડ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હોય તે સિવાયના દેશના પ્રવાસીઓએ મોંઘા પોલિમરાઝ ચેઇન રિએક્શન-પીસીઆર ટેસ્ટને બદલે સસ્તો નેગેટિવ લેટરલ ફલો-એલએફટી ટેસ્ટ કરાવીને ઇંગ્લેન્ડમાં પ્રવેશ કરી શકશે. સરકારે જણાવ્યું હતું કે આ નવા નિયમો ૨૪ ઓક્ટોબરથી અમલમાં આવશે. ભારત સહિત સો કરતાં વધારે દેશો જે રેડ લિસ્ટમાં નથી તેમના પ્રવાસીઓને હવે રસી લેનારા યુકેના પરત ફરતાં નાગરિકો સમાન જ ગણવામાં આવશે. આ પ્રવાસીઓએ ૨૪ ઓક્ટોબરથી પ્રવાસના દિવસે અથવા એક દિવસ પહેલાં એલએફટી ટેસ્ટ કરાવવાનો રહેશે. યુકેના આરોગ્ય પ્રધાન સાજિદ નાવેદે જણાવ્યું હતું કે અમે વિદેશ જવાનું સરળ અને સસ્તું બનાવવા માગીએ છીએ.તમે કામ માટે પ્રવાસ કરતાં હો કે તમારા મિત્રોને મળવા જતાં હો તમારો પ્રવાસ સરળ બની રહેશે. બીજી તરફ રશિયામાં આજે પણ કોરોના મહામારીને કારણે ૯૯૯ જણાના મોત થયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૨,૧૯૬ કેસો નોંધાયા હતા. છેલ્લા થોડા દિવસોથી કોરોનાના નવા કેસો અને મરણાંક સતત વધી રહ્યા છે. રશિયામાં કોરોનાના કારણે ૭૯ લાખ કરતાં વધારે કેસો નોંધાયા છે. જ્યારે કુલ કોરોના મરણાંક ૨,૨૧,૩૧૩ થયો છે.

Follow Me:

Related Posts