આજે રવિવારે બપોરે ૩:૩૦ કલાકે હાલરડા અને પ્રાચીન ગરબાની પ્રણાલીકાની પ્રસ્તુતી
અમરેલીની તાસીર કઈક જુદી છે. ગુજરાતને પ્રથમ મુખ્યમંત્રી આપનાર અમરેલી હંમેશા દરેક ક્ષેત્રમાં નવું અને આગવું સ્થાન ધરાવે છે. ઝવેરચંદ મેઘાણી, દુલા ભાયા કાગ, કવિ કલાપી, રમેશ પારેખ, કાનજી ભુટા બારોટ જેવા અનેક નામી કલાકારોએ અમરેલીની ધરતી પરથી દેશ વિદેશમાં પોતાની કલાની સૂવાસ પ્રસરાવી છે ત્યારે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા સમગ્ર દેશમાં પ્રથમ વખત શ્રી કલાધાર મલ્ટી ક્રેડિટ અને સેવિંગ્સ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. જેના માધ્યમથી ઉગતા કલાકારોને માર્ગદર્શન આપવા માટે ‘કસુંબલ કાઠીયાવાડી કલાયરો˜ નું આયોજન કરેલ છે. આ બેનર નીચે અલગ અલગ સંસ્કૃતિને ઉજાગર કરવાના કાર્યક્રમ કરાશે. જેમા આજે રવિવાર તા. ૧૭/૧૦/ર૦ર૧ ના રોજ હાલરડાનો તેમજ નવરાત્રી પર્વ અને શરદ પૂનમની મધ્યાંનના લીધે પ્રાચીન ગરબા તેમજ જુના રાસડાનો કાર્યક્રમ કરી પશ્ચિમી વળગાડ સામે આપણી પ્રાચીન સંસ્કૃતિનું મહત્વ સમજાવાશે.
આ તકે સંસ્થાના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયાએ જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં દરેક સમાજ, વર્ગ કે લીંગ માટે કામ કરી શકાય છે ત્યારે સંગીત નાટય અકાદમીના પૂર્વ ચેરમેન અને રાષ્ટ્રિય એવોર્ડ વિજેતા લોક સાહિત્યકાર શ્રી યોગેશભાઈ ગઢવી તેમજ સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શનથી કલાને જીવંત રાખવા કલાકારો માટે સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી છે. જેના માધ્યમથી આજે ‘કસુંબલ કાઠીયાવાડી કલાયરો˜ અંતર્ગત ‘હાલરડા˜ તેમજ રાસ–ગરબાનું આયોજક કરેલ છે. આ કાર્યક્રમ રવિવારે બપોરે ૩:૩૦ થી રોયલ પેરેડાઈઝ, રાજકમલ ચોક, પ્રથમ માળ, પર યોજાશે જેમાં કલા રસિકોને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ ‘કલાધાર˜ ફેસબુક પેજ પર લાઈવ બતાવવામાં આવશે તેમજ બહોળા પ્રતિસાદ બાદ અલગ અલગ સ્થળ પર જાહેર કાર્યક્રમ કરવામાં આવશે.
Recent Comments