લાઠી બાબરાના વર્તમાન ધારાસભ્ય અને અમરેલી જિલ્લાના પુર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરને પંદરેક વર્ષ પહેલા નોંધાયેલી ગંભીર ફરિયાદ સંદર્ભે અદાલતે નિર્દોષ જાહેર કર્યા
. બનાવની વિગતો અનુસાર અમરેલી ના પૂર્વ સાંસદ ઉપર ગંભીર પ્રકાર ના ગુના ની ફરિયાદ વર્ષ ૨૦૦૫ માં કોડીનાર ગુના રજી. ઇ.પી.કો ૧૦૭.૧૦૯.૧૪૩.૧૪૭.૧૪૮.૩૪૧.૪૨૭.૧૮૮ હેઠળ નો કેસ નં ૮૬/ ૨૦૦૫ જેવી ગંભીર કલમો હેઠળ નોંધાયેલ હતી. જે કોડીનાર નામદાર ફ. ક.જ્યૂડી મેજી ની કોર્ટ સમક્ષ ચાલી જતા પૂર્વ અમરેલી જિલ્લા સાંસદ વિરજીભાઈ ઠુંમર ને તા ૭/૧૦/૨૧ રોજ અદાલત દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે પ્રતિક્રિયા આપતા શ્રી ઠુમરે જણાવ્યું હતું કે આ ચુકાદા થી વધુ એકવાર પુરવાર થયું ન્યાયપાલિકા ઓમાં દેર છે પણ અંધેર નથી. “સત્ય થી ઉપર કોઈ નથી સત્ય એજ ઈશ્વર “નું અનુમોદન કરતા આપણા બંધારણ માં કહ્યું છે સો ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષ ને સજા ન થાય તેવી ન્યાય પાલિકા ની દુરંદેશી એ આ કેસ માં દુષ્પ્રેરણા થી લઈ પંચો સાક્ષી એવીડન્સ થઈ ચાર્જશીટ બની કોર્ટ આવ્યા સુધી ના ઘટના ક્રમ નું બારીકાઈ થી અદાલત દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ સાંસદ ઠુંમરે સાંસદ ના હોદા અને પદ ની ગરિમા બરકરાર રાખી ભારતમાં સાંસદ ના પદ ગૌરવ ની વ્યાખ્યા માં સાર્વભૌમત્વ અખંડિતા પરિપક્વ મિતભાષી શાલીન સામાજિક સંવાદિતા સંશોધક દુરંદેશી રાષ્ટ્રપ્રેમી લોક કલ્યાણી શિક્ષિત સહિત ના ગુણો નું સમર્થન કરે છે .ત્યારે પુર્વસાંસદ ઉપર લૂંટ જેવા ગંભીર ગુના ની ફરિયાદ નો કેસ ચાલી જતા અદાલતમાં પૂર્વ સાંસદ નો નિર્દોષ છુટકારો થયો હતો. ગુજરાત સરકાર દ્વારા દાખલ થયેલ આ કેસ ની સુનાવણી દરમ્યાન તાજેતર માં ગુજરાત સરકાર ના સંચિત અહેવાલ શિસ્તબદ્ધ રિસ્પેકટેડ અને ડીસીપ્લીન ધરાવતા ધારાસભ્ય તરીકે નોંધ લેવાય હતી. આ કેસ માં વિદ્વાન એડવોકેટ એ. પી વાળા ની તર્કબદ્ધ દલીલ નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખતા પૂર્વ સાંસદ અને વર્તમાન ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને નિર્દોષ છોડી મુકતો હુકમ હુકુમત ધરાવતી અદાલતે કર્યો હતો .
Recent Comments