સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ વરસાદ નોંધાયો
(જી.એન.એસ), ભુજ, તા.૧૮
દેશમાં સામાન્ય રીતે રાજસ્થાનમાંથી ચોમાસુ વિદાય લેતુ હોય છે. પરંતુ ચાલુ વર્ષે ૬ ઓક્ટોબરે દેશમાં ચોમાસાના વિદાયની શરૂઆત કચ્છ રાજસ્થાનના દક્ષિણી ભાગથી થઇ હતી. ભારતીય હવામાન ખાતાએ ૬ ઓક્ટોબરે જ દેશમાં ચોમાસાની વિદાયની જાહેરાત કચ્છ અને રાજસ્થાનથી થઇ હોવાની માહિતી જાહેર કરી હતીકચ્છ અને ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે. કચ્છમાં સતત ત્રીજા વર્ષે સિઝનનો સરેરાશ વરસાદ ૧૦૦ ટકાને આંબી ગયો હતો. ચોંકાવનારી વાત એ છે કે ઓગસ્ટના અંત સુધી કચ્છમાં માત્ર ૩૧ ટકા વરસાદ હતો ! ત્યારબાદ એકલા સપ્ટેમ્બરમાં જ સિઝનનો અધધ ૮૦ ટકા વરસાદ પડી જતા વરસાદનો નવો વિક્રમ નોંધાયો હતો. હવે ભારતીય હવામાન ખાતા દ્વારા સપ્ટેમ્બર માસના વરસાદના વિશ્લેષણમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. જેમાં સસ્ટેમ્બરમાં કચ્છમાં અધધ ૪૯૧ ટકા વધારે વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાના સબડિવિઝનની વાત કરવામાં આવે તો સમગ્ર ભારતમાં સપ્ટેમ્બરમાં સોથી વધુ કચ્છ-સૌરાષ્ટ્રમાં જ નોંધાયો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં સપ્ટેમ્બરમાં દેશમાં હાઇએસ્ટ ૪૫૩ ટકાના તફાવત સાથે વધારે વરસાદ નોંધાયો હતો ! આ અંગે મળતી વિગતો મુજ
કચ્છમાં ચાલુ વર્ષે જૂનમાં એક અઠવાડિયા વહેલુ ચોમાસુ આવી ગયું હતું. જેના પગલે ચાલુ વર્ષે પણ સારા વરસાદની આશા હતી. પરંતુ ત્યારબાદ જૂલાઇ અને ઓગસ્ટમાં વરસાદ ખૂબ જ ઓછો નોંધાયો હતો. જૂલાઇ સુધી માત્ર ૩૦ ટકા વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ ઓગસ્ટમાં વરસાદ વરસવાની આશા પણ ઠગારી નિવડી હતી. કચ્છમાં આખો ઓગસ્ટ કોરો ગયો હતો ! જેના પગલે કચ્છમાં દુકાળના એંધાણ મળી રહ્યા હતા. પરંતુ ત્યારબાદ સપ્ટેમ્બરમાં જાણે ચમત્કાર થાય તેમ રેકોર્ડ બ્રેક વરસાદ વરસી ગયો હતો. ઓગસ્ટ સુધી કચ્છમાં માત્ર ૩૦ ટકા વરસાદ હતો. જ્યારે સપ્ટેમ્બરમાં ૮૦ ટકા વરસાદ વરસી ગયો હતો. જેના પગલે મોસમનો કુલ વરસાદ કચ્છમાં ૧૧૦ ટકા થઇ ગયો હતો. કચ્છમાં સપ્ટેમ્બરમાં ભાગ્યે જ આટલો વરસાદ વરસતો હોય છે. ભારતીય હવામાન વિભાગે પણ ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. જેમાં સપ્ટેમ્બરમાં કચ્છમાં સામાન્ય રીતે ૫૨ મીમી વરસાદ વરસતો હોય છે. તેની સામે ૩૧૦ મીમી વરસાદ થયો હતો. તો કચ્છ-સૌરાષ્ટ્ર ડિવિઝનમાં ૪૫૩ ટકા વધારે વરસાદ નોંધાયો હતો. સામાન્ય રીતે આ વિસ્તારમાં સપ્ટેમ્બરમાં ૭૬ મીમી વસરાદ નોંધાતો હોય છે. તેની સામે જુદા-જુદા સેન્ટરો મળીને કુલ મળીને ૪૫૩ વરસાદ નોંધાયો હતો. ભાગ્યે જ સર્જાતી હોય તેવી ભૌગોલિક ઘટનાનું સાક્ષી ચાલુ વર્ષે કચ્છ બન્યું હતું. એકબાજુ છેક બંગાળની ખાડીમાંથી ઉદભેલો ગુલાબ વાવાઝોડુ દબાણ બનીને કચ્છ સુધી આવ્યું હતું. જેની અસર તળે વ્યાપક વરસાદ થયો હતો. ત્યારબાદ આ દબાણ કચ્છના અખાતમાં ફરી ચક્રવાતમાં પરિવર્તિ થયું હતું ! જે શાહીના નામે કચ્છના અખાતથી અરબી સમુદ્રમાં સફર કરી છેક ઓમાન સુધી પહોંચી ગયું હતું. જ્યાં આ વાવાઝોડાએ વ્યાપક તબાહી મચાવી હતી.
Recent Comments