કપડવંજનો હરિશસિંહ જમ્મુમાં આતંકીઓ સાથે અથડામણમાં શહીદ
ખેડા જિલ્લાના કપડવંજનું વણજારીયા ગામ ભલે ૨,૫૦૦ની વસ્તી વાળુ હોય. પરંતુ આ ગામના લોકો માતૃ ભુમી સાથે જાેડાયેલા છે. જાે વાત કરવામાં આવે રાઘાભાઇ પરમારના પરિવારની તો અગાઉ તેમનો અન્ય દીકરો પણ આર્મીમાં ફરજ બજાવી ચૂક્યા છે. જેનું નામ છે રાજેન્દ્રસિંહ પરમાર. રાજેન્દ્રસિંહ વર્ષ ૨૦૧૧માં ઇન્ડિયન આર્મીમાં જાેડાયા હતા. જેઓએ વર્ષ ૨૦૧૪ સુધી ઇન્ડિયન આર્મીના જુદા જુદા કેમ્પ પર ફરજ બજાવી હતી. રાજેન્દ્રસિંહ જણાવ્યું હતું કે અમે ૨૦૧૧માં ભરતી થયા બાદ જમ્મુ, હૈદરાબાદ, હિમાચલ જેવા અનેક પ્રદેશોમાં ફરજ બજાવી હતી. ૩ વર્ષ દરમિયાન ની સેવા દરમિયાન તેઓ એ ૨૨ જેટલા અલગ અલગ સ્થળ પર પોસ્ટીંગ મેળવ્યું હતું. પરંતુ કેટલાક પારિવારિક કારણોસર તેઓ નોકરી છોડી ઘરે પરત આવી ગયા હતા. જે બાદ વર્ષ ૨૦૧૬માં તેમના ભાઈ હરીશ સિહને ભારત માતાની સેવાનો મોકો મળતા તેઓ આર્મીમાં જાેડાયા હતા.ખેડા જિલ્લાના વધુ એક જવાને મા ભોમની રક્ષા કાજે જીવ ગુમાવ્યો છે. કપડવંજના વણઝારિયા ગામના ૨૫ વર્ષીય જવાન જમ્મુમાં આતંકીઓ સાથે અથડામણમાં શહીદ થયા છે. જવાનની શહીદીના સમાચાર મળતા જ તાલુકાનું ૨૫૦૦ ની વસ્તી ધરાવતું વણઝારીયા ગામ શોકમગ્ન બન્યું છે. ગામના હરીશ સિંહ વાઘાભાઈ પરમાર નામના નવયુવાન આજે જમ્મુમાં શહીદ થયાના સમાચાર મળતા જ ગ્રામજનો તેમના ઘરે ઉમટી પડ્યા હતા. ખેડૂતના ઘરે જન્મેલા હરેશસિંહને નાનપણ થી જ આર્મીમાં જાેડાવા નો શોખ હતો, જેઓને કોલેજના પ્રથમ વર્ષમાં જ આર્મીમાં નોકરી મળતા તેઓ અભ્યાસ છોડી દેશ સેવામાં જાેડાઈ ગયા હતા. ૨૦૧૬માં હરીશસિંહ રાઘાભાઈ પરમાર ઇન્ડિયન આર્મીમાં જાેડાયા હતા. તે સમયે તેઓને આસામમાં પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. ત્યાર બાદ તેઓ જમ્મુમાં ફરજ બજાવતા હતા. વણઝારીયા ગામમાં રહેતા રાધાભાઈ અમરાભાઇ પરમારને સંતાનોમાં બે પુત્રો છે. જેમાં હરીશસિંહ જે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા. જ્યારે બીજાે પુત્ર સુનિલ પરમાર ઘરકામમાં પિતાને સાથ આપી રહ્યો છે. જમ્મુના પુંછ સેક્ટર માં આતંકીઓ સાથેની જૂથ અથડામણમાં જવાન શહીદ થતાં આખું ગામ, હરીશ પરમાર ના મિત્ર વર્તુળ તેમજ સગા સંબંધીઓ પણ શોક મગ્ન બન્યા છે. ૨૫૦૦ વસ્તી ધરાવતા વણઝારીયા ગામનો મા ભોમની રક્ષા સાથે નાતો છે. આ ગામમાં ૨૫૦૦ લોકો વસવાટ કરે છે જેમાંથી પાંચ નવયુવાન ભારતીય સૈન્યમાં ફરજ બજાવે છે. અને ૨૫ થી ૩૦ કરતા વધારે નવયુવાનો ભારતીય સૈન્યમાં જાેડાવા માટે પ્રયત્નો પણ કરી રહ્યા છે. ત્યારે આ નાનકડા ગામના યુવાને માતૃભૂમિની રક્ષા કાજે શહીદ થતા ગામમાં ગમગીની છવાઈ હતી. શહીદ જવાન છેલ્લે મે મહિનામાં લગ્ન કરવા માટે વતન વણઝારીયા ખાતે આવ્યા હતા. તેઓને ધામધૂમ પૂર્વક લગ્ન કરવાની ઈચ્છા હતી, પરંતુ કોરોનાકાળને કારણે ગણતરીના મહેમાનો બોલાવાની સરકારી ગાઈડ હોય તેઓ પછી લગ્ન કરીશ તેમ કહી ૨ જૂનના રોજ નોકરી પર પરત ફર્યા હતા. પરંતુ કોને ખબર હતી, કે તે સમયે નોકરી પર જઈ રહેલ હરીશસિહ આ રીતે ઘરે પરત ફરશે. હરીશસિંહના પિતા રાધાભાઈ પરમાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, શનિવારે બપોરના ૧૨ વાગ્યાના અરસામાં જમ્મુથી ભારતીય સૈન્યના મેજરનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હરીશસિંહ શહીદ થઈ ગયા છે. જે સાંભળતાં જ હું ભાંગી પડ્યો હતો. સાથે મને ગૌરવ પણ થયું છે કે મારા દીકરાએ મા ભોમની રક્ષા કાજે શહીદી વહોરી છે.
Recent Comments