સુરત મહાનગર પાલિકા દ્વારા વર્ષે કરોડોની ખોટ છતાંય બસ સેવા યથાવત રાખી
સુરત કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪માં મનપા દ્વારા બીઆરટીએસ બસ સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તબક્કાવાર હાલ શહેરના ૧૩ જેટલા રૂટ પર અઢીસોથી વધુ બીઆરટીએસ બસ દોડાવવામાં આવી રહી છે, તે જ પ્રમાણે ૪૫ જેટલા રૂટો પર ૫૫૦ થી વધુ સીટી બસ ચલાવવામાં આવી રહી છે. મહાનગપાલિકાના સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાના કારણે ૫૦ ટકા ક્ષમતાથી બસ ઓપરેટ થઇ રહી હોવા છતાં એવરેજ ૨.૨૫ લાખ મુસાફરો પ્રતિદિન મુસાફરી કરી રહ્યા છે. નુકશાનીના આંકડા પર નજર કરીએ તો ૨૦૧૩-૧૪માં જયારે બસ સેવા શરૂ થઇ ત્યારે કોર્પોરેશનને ૧૦ લાખની આવક સામે ૫૦ લાખનો ખર્ચ થયો હતો, તે વધીને હવે વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૬.૩૧ કરોડની આવક સામે ૧૦૭.૯૦ કરોડનો ખર્ચ કોર્પોરેશનને બસસેવા પાછળ કરવો પડી રહ્યો છે. હવે તો બીઆરટીએસમાં પણ સંપૂર્ણ સાઈકલ પૂર્ણ થઇ ગઈ છે, સુરત મહાનગરપાલિકાની માસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને કેન્દ્ર સરકાર દ્વારા પણ વખાણવામાં આવી છે. અને એવોર્ડ પણ બસ સેવાને આપવામાં આવ્યા છે. જાેકે નવાઈ ની વાત છે કે મહાનગરપાલિકા સંચાલિત માસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વાર્ષિક કરોડો રૂપિયાની નુકશાની પણ કરી રહી છે. વર્ષ ૨૦૧૩-૧૪ થી વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન ના આઠ વર્ષોમાં મહાનગરપાલિકાને સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા પાછળ ૪૫૦ કરોડથી પણ વધુનું નુકશાન થયું છે. બહુજન સુખાય, બહુજન હિતાય આ સૂત્ર સાથે કાર્યરત સુરત મહાનગરપાલિકા દ્વારા નુકશાન સહન કરવા છતાં શહેરીજનોને બસસેવાનો લાભ આપવા પીછે હઠ કરવામાં આવી નથી. તેથી પેઈડ એફએસઆઈ (એડિશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચાર્જ) તથા અન્ય હેડ પેટે મળતી આવક મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં શિફ્ટ કરીને કરોડો રૂપિયાના નુકશાન છતાં સતત બસ સર્વિસમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
Recent Comments