fbpx
અમરેલી

અમરેલી નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર નળ કનેક્શનને રેગ્યુલાઈઝ કરવાની કાર્યવાહી શરુ

અમરેલીના કોઈપણ નાગરિક પોતાની માલિકીની જમીન પર રહેતાં હોય, સરકારી જમીન પર દબાણ કરીને રહેતાં હોય કે ખાનગી માલિકીની જમીનમાં દબાણ કરી રહેતાં હોય અને આ નાગરિકો અનઅધિકૃત (ગેરકાયદેસર) નળ કનેક્શન ભુતકાળમાં લીધા હોય અને હાલ ધરાવતાં હોય તેવા નાગરિકોના અનઅધિકૃત અડધા ઇંચના નળ કનેક્શન ગેરકાયદેસર હોય તેને આગામી તા.૧૪/૦૨/૨૦૨૨ સુધીમાં સાધનિક ડોક્યુમેન્ટસ અને રકમ રૂ.૫૦૦– તથા અન્ય સર્વિસ ચાર્જ જમા કરી પોતાનાં ગેરકાયદેસર નળ કનેક્શનને રેગ્યુલાઈઝ કરવાની કામગીરી અમરેલી નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.

ગેરકાયદેસર કનેક્શનને કાયદેસર/ રેગ્યુલાઈઝ કનેક્શન કરવા માટે રકમ રૂા.૧૨ – ના નિયત નમુનાનાં ફોર્મ અમરેલી નગરપાલિકાની જનસુવિધા કેન્દ્રમાંથી ઉપલબ્ધ થશે અને ત્યારબાદ નિયત રકમનાં નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી/ સોગંદનામાં રજુ કરવાનાં રહેશે અને ત્યારબાદ આ પ્રકારના ગેરકાયદેસર નળ કનેક્શનને રેગ્યુલાઈઝ કરી આપવામાં આવશે. આ ઉપરાંત એક મિલ્કતમાં ફક્ત એક કનેક્શન જ કાયદેસર કરી આપવામાં આવશે. આ યોજનાનો વધુમાં વધુ અમરેલી શહેરના નગરજનો લાભ લઈ ગેરકાયદેસર નળ કનેક્શન કાયદેસર રેગ્યુલાઈઝ કરાવવા અમરેલી નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts