અમરેલી પાલિકાનાં પૂર્વ પ્રમુખ, નાગરિક બેન્કનાં પૂર્વ ચેરમેન એડવોકેટ મનોજભાઈ ગોસાઈનું નિધન
અમરેલી પાલિકાના પૂર્વ પ્રમુખ, નાગરિક બેન્કના પૂર્વ ચેરમેન, ગોસાઈ સમાજના પ્રમુખ એડવોકેટ મનોજભાઈ ગોસાઈનું હાર્ટએટેક આવી જવાથી નિધન થતાં શહેરમાં શોકનો માહોલ છવાયો છે.
તેઓ ગઈકાલે સવારે તેમના ઘરે હતા તે સમયે હાર્ટએટેક આવી જતાં તેઓનું તત્કાલ નિધન થતાં તેમના પરિવારજનો પર આભ તૂટી પડયું હતું.
સદ્ગતની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહયા હતા અને સ્વ. મનોજભાઈને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
Recent Comments